Nojoto: Largest Storytelling Platform

ખારવણ પરદેશ જવા નિકળેલું ખારવાઓનું વહાણ આજે ફરીવા

ખારવણ

પરદેશ જવા નિકળેલું ખારવાઓનું વહાણ આજે ફરીવાર દરિયો ભરખી ગયો હતો.
સત્તર ખારવા સહિત વેલુનો ઘરવાળો પણ ડૂબી મર્યો.
                       વેલુનો સસરો માલવ, દિયર હુતો અને ભિમો, જેઠ સારંગ એનો દીકરો મયો અને આજે એના ઘરવાળા સહિત છ-છ જણાંને આ દરિયો ભરખી ગયો હતો. પોતાના સ્વજ્નોના મૃત્યુને એ બાઈ એટલા નજીકથી જોઈ ચૂકી હતી કે મૃત્યુને પણ સહજ સ્વીકારીને પોતાના પંદર વર્ષના દીકરા અભૂને બાવડેથી ઝાલીને દરિયા તરફ લઈ ગયી અને બોલી,

" અભૂડા, આજે તારો બાપ મર્યો'શ પણ જો કાલ હવારે વહાણમાં ચઢતા તારો પગ જરાં પણ ધ્રૂજ્યો તો હમજ જે તારી મા પણ મરી જી , આ ખારવણ પોતાના ધણીના મોતનો વિરહ વેઠી લેશે પણ તારી બાયલાગીરી નઈ વેઠી હકે." 

   * * * * * * * *

બીજા દિવસે અભૂ તૈયાર હતો દરીયાલાલને ચિરવા માટે..... ખારવણ #short_story #gujarati #writer #Pradip_parmar