કોઈ રડીને, કોઈ પડીને, કોઈ લડીને અહીં સુધી આવ્યું છે, મેદાન પર હજુ ઉતર્યા અને હવે તમે છોડવાનું કહો છો! માન, મોભો, દરજ્જો, આશા હતાશા, નિરાશા, બધું અહીંયા જ મળ્યું છે, આ ધરતી પર તો દરેક ધબકાર છે કુરબાન, અને હવે તમે રોકવા નું કહો છો! મિત્રો, મિત્રતા, મીઠાશ, મકાન, મેદાન, બધું અમારું અહીં જ છે, અમૂલ્ય એવા આ અતૂટ સંબંધો ને તમે અચાનક તોડવાનું કહો છો! જ્યાં જઈને દિશા, દશા, દુર્દશા, દવા, દુઆ કાંઇ જ મળવાનુ નથી, હ્રદય નો ખૂણો જ અહીંયા મૂકીને જઈએ છીએ, તમે ત્યાં શું ખોળવાનું કહો છો?! ©Dr.Nasir Salar #drp