રાષ્ટ્રીય સુરક્ષા દિવસ આજે ૪ માર્ચ, રાષ્ટ્રીય સુરક્ષા દિવસ. દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ માટે એક નવી થીમ હોય છે. આ વર્ષની થીમ છે 'સડક સુરક્ષા (માર્ગ સલામતી). બધાં જ દેશોની જેમ જ આપણાં દેશમાં પણ સડક સુરક્ષાને ધ્યાનમાં રાખી અનેક નિયમો બનાવ્યાં છે. આપણે બધા એને અનુસરતા નથી એ અલગ અને દુઃખદ વાત છે. મને સમજાતું નથી કે આ માણસને શેની ઉતાવળ છે!??? આ માણસ દોડતો જ દેખાય છે! કયાં જતો હશે??? એને શી ઉતાવળ છે??? ચાલો સમજીએ કે કોઈ એકાદ બે જણને ઉતાવળ હશે!!! પણ આતો આખું જગ દોડતું દેખાય...!! છેવટે પહોંચવું બધા એ એક જ ઠેકાણે.. પછી આટલી હારમ- જીતમાં કેમ પડયાં છે!!? મને નથી કંઈ સમજાતું... કે, આ માણસ જાય છે કયાં??? ગમે એટલી ઉતાવળ હોય પણ હંમેશા એક જ વાત યાદ રાખવી કે ઘરે આપણી કોઈ રાહ જુએ છે. સુરક્ષિત રહો. જીવન મજાનું છે, માણવા જેવું છે. ખુશ રહો. મસ્ત રહો. - કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ" ©Kinjal Pandya #National_Safety_Day