રંગો ઘણાય મેઘધનુષ્યે લીધા સાત, સૂરજે લીધા કેસરી ને પીળા સમેટીને એમની દરેક ભાત ઉગવા ને આથમવાને કાજ, હવે કરીએ જો તારી ને મારી વાત, કેટલાક ઘેરા કેટલાક આછા તો કેટલાક કદાચ બાકાત, છતાંય શ્રદ્ધા છે પૂરેપૂરી પૂરતા છે આ રંગો રંગવા એકબીજાને, ને પૂરવા રંગોળી જે હોય આપણા આંગણે કે આપણા સહિયારા મનઆકાશને સજાવવા કાજ. ❤️💜💜❤️ #પ્રેમનોરંગ #colouroflove #lovepoem #premnikavita #festivalofcolours #togetherness #gujaratipoem #grishmapoems