અંતર હોયે ભલે ઘણું,સહવાસ જેવું હશે ! ખૂણેથી લઈ મધ્યમાં ભીની સુવાસ જેવું હશે ! વાસ્તવની વાડ ગળે ખુદને આભાસ જેવું હશે ! શેઢેથી ઉપાડી લાવી દૂધને છાશ જેવું હશે ! શશિ સદાય સંગે તો'ય અમાસ જેવું હશે? ભસમ અંગ પર ચોળી, તો'ય વિલાસ જેવું હશે ! બરફ ક્યાં જામે આજકાલ, તો'ય કૈલાસ જેવું હશે ? જે દિ સ્મૃતિ ઓગળે તે દિ સ્વર્ગવાસ જેવું હશે ! વિના સુરજ ઉગ્યે ત્યાં ઉજાસ જેવું હશે ! આવજે કબરે મારી ત્યાં ઘાસ જેવું હશે #હશે