ન જાણે બાળપણ ને ફરી જોતા કેટ કેટલુ જોવા બેઠી. ન સમજાયેલી પળને ફરી હું આજે યાદ કરવા બેઠી. ગામની ભાગોળે જતા ગોવાળિયા સાથે રમવા બેઠી. શાળામાં ન જતા હવે એ મસ્તીના દિવસો યાદ કરવા બેઠી. મનને મારતા હવે એ મમ્મીના બોલને સાંભળવા બેઠી. ન જાણે આજે ગામને આમ જોતાં હું ખુદને ખોવા બેઠી. મસ્તી કિલ કિલાટભર્યું ગામને આમ શાંત થતા શબ્દમાં લખવા બેઠી. ગાયત્રી ને ગાયત્રી પટેલ જોતા આજ ફરી એ ક્ષણ માણવા બેઠી. #vilagelove