રોજ કોઈ ઝંખના મરે છે ને નવી ઇચ્છાઓ જનમે છે તેમ છતાં કહું છું લીલાલહેર છે. સુરજ ઊગી ને આથમી પણ જાય છે, ને વાર્તાઓ અધુરી રહી જાય છે, તેમ છતાં કહું છું લીલાલહેર છે. પ્રશ્નોના જવાબ જડતા નથી ને મનની મનમાં રહી જાય છે, તેમ છતાં કહું છું લીલાલહેર છે. જીંદગીના પાનાઓ ચડતાં જાય છે સમણાઓ વધતા જાય છે ને આશાઓ આથમતી જાય છે, તેમ છતાં કહું છું લીલાલહેર છે સઘળું હોવા છતાં કંઇક ખુટે છે તેમ છતાં કહું છું બધુ હેમખેમ છે ને તેમ છતાં કહું છું લીલાલહેર છે. #લીલાલહેર #yqbaba #yqmotabhai #yqgujarati #yqdidi #SAGRIKA #And_I #M_O_N_I❤ Jogiya Sagar