Nojoto: Largest Storytelling Platform

રણની એ તપિશની મને તો આદત પડી ગઈ તેના જ ઉપવનમાં તો

રણની એ તપિશની મને તો આદત પડી ગઈ 
તેના જ ઉપવનમાં તો થોડી રાહત જડી ગઈ

હ્રદય ના બારણે તોરણ જોને બાંધ્યા એણે,
મને તો મારા જ નામની સજાવટ મળી ગઈ.

નજર મટકાવ્યા વગર એ જો જોયા જ કરે,
હવે તો એનાં શમણે મને વસાહત મળી ગઈ.

નજરો મીલાવી તો નયનો શું ઢાળ્યા એમણે
ત્યાં કુદરતને પણ હુસ્નની નજાકત ચડી ગઈ

એ તો આવ્યા હતા પ્રેમનો ઇઝહાર જ કરવા 
મને તો ત્યાં પણ મારી જ નાદાનિયત નડી ગઈ.

- Sapna Agravat #વિચારનાવમળ #તપિશ #આદત
રણની એ તપિશની મને તો આદત પડી ગઈ 
તેના જ ઉપવનમાં તો થોડી રાહત જડી ગઈ

હ્રદય ના બારણે તોરણ જોને બાંધ્યા એણે,
મને તો મારા જ નામની સજાવટ મળી ગઈ.

નજર મટકાવ્યા વગર એ જો જોયા જ કરે,
હવે તો એનાં શમણે મને વસાહત મળી ગઈ.

નજરો મીલાવી તો નયનો શું ઢાળ્યા એમણે
ત્યાં કુદરતને પણ હુસ્નની નજાકત ચડી ગઈ

એ તો આવ્યા હતા પ્રેમનો ઇઝહાર જ કરવા 
મને તો ત્યાં પણ મારી જ નાદાનિયત નડી ગઈ.

- Sapna Agravat #વિચારનાવમળ #તપિશ #આદત