Nojoto: Largest Storytelling Platform

છેલ્લી ઘડી હોય તેવું લાગે છે, શ્વાસે શ્વાસે શ્વાસ

છેલ્લી ઘડી હોય તેવું લાગે છે,
શ્વાસે શ્વાસે શ્વાસ રુંધાતો હોય તેવું લાગે છે.

આવ્યા છે આપ્તજનો છેલ્લા રામ રામ કરવા,
જલ્દી કાઢવાની તૈયારી કરતા હોય તેવું લાગે છે.

ધીમો, પણ ઘોંઘાટ; થોડો શોર, પણ બકોર,
હવે શાંતિ મળી હોય તેવું લાગે છે.

લ્યો ઉપાડો, જલ્દી કરો, ધંધે જવાનું મોડું થાય છે,
બધાયે હવે ઉતાવળા થયા હોય તેવું લાગે છે.

મારા હતા તેમણે ય હવે નાહી લીધું છે
થોડા દિવસો માટેનો સ્વાર્થ પૂરો થયો હોય તેવું લાગે છે.

જીવતો છતાં મૃત હોય તેવું લાગે છે,
છેલ્લી ઘડી હોય તેવું લાગે છે.

 Last Moment...
#yqbaba #yqdidi #yourquotebaba #yourquotedidi #yourquote #gujarati #lasttime #gujarati

upenpatel2206

Upen Patel

New Creator