કોઈને શું લાગશે, કોઈ કેવું વિચારશે, એ પ્રશ્ન જ્યારે બોલાવશો ત્યારે આવશે. પણ જવાબ એનો શોધવા બેસશો, તો દરેક વ્યક્તિ સાથે જુદો આવશે. કોઈ કહેશે સારું, કોઈ કહેશે ખરાબ, પણ શું કોઈ તમારા વિચારો પૂછવા આવશે. પણ હજીય આદતવશ થઈ જાય પ્રશ્ન, પૂછજો હજુ એક, જે માંડવુ છે ક્યારે ને કેમ પાર આવશે. ઉત્તર માટે જરા વાટ જોજો એ દિવસની ગ્રીષ્મા, જ્યારે તમારી પ્રશ્નાવલીમાં આ પ્રશ્ન પહેલો આવશે. ✍️✍️ #whatsomeonewillthink #whatsomeonewillsay #dillema #questions #askrightquestion #priorities #gujaratipoems #grishmapoems