પ્રેમનો રંગ મારા મનના આકાશમાં રંગો ઘણા છે, છતાંય તારા પ્રેમના રંગ ની રાહ છે. તારા પ્રેમ સિવાયના બીજા રંગો પણ લઈને આવજે, કારણ મારા પ્રેમ સિવાયના બીજા રંગો પણ એકલા છે. તારા ગુસ્સાના રંગ સાથે મારી સમજણના રંગનુ જામશે, ને કદાચ મારી જીદના રંગ સાથે તારી સલુકાઇનો રંગ જામશે. કદાચ એક રંગ સાથે બીજો રંગ ના મળે તો, એ રંગને સ્વીકારના રંગ સાથે જરૂર જામશે. અત્યારે તો તને મારા શબ્દોનો રંગ મોકલું છું, મહેંદીનો રંગ લઈને તુ આવશે મારા શ્રદ્ધાના રંગને જેની રાહ છે. ❤️❤️ #પ્રેમનોરંગ #colouroflove #lovepoem #premnikavita #gujaratipoem #yqbaba #yqmotabhai #grishmapoetry