Nojoto: Largest Storytelling Platform

मेरे प्यारे भगवान जी વંદના... એ રીતે હું જાત માર

मेरे प्यारे भगवान जी વંદના... 

એ રીતે હું જાત મારી પાક કરતો જાઉં છું, 
હાથ જોડી સર્વ પશ્ચાતાપ કરતો જાઉં છું. 

હું રહ્યો નાદાન એથી ભૂલ મારી થઈ ગઈ, 
ભૂલ સ્વીકારી હૃદયને સાફ કરતો જાઉં છું. 

તું દયાસાગર ભુલાવું કેમ ઉપકારો બધાં, 
એટલે મારા અહમને રાખ કરતો જાઉં છું. 

ધૂપ, દિવો ને અગરબત્તી પ્રથમ પેટાવતો, 
શ્વાસમાં વિશ્વાસ ભરતો વાહ કરતો જાઉં છું. 

ફક્ત મારા એક પૂરતું આ જગત સિમિત નથી, 
સર્વનું કલ્યાણ હો એ જાપ કરતો જાઉં છું. 

@ મેહુલ ઓઝા, જામનગર.




...

©Mehul Oza #Mere_Pyare_Bhagwan_Ji
मेरे प्यारे भगवान जी વંદના... 

એ રીતે હું જાત મારી પાક કરતો જાઉં છું, 
હાથ જોડી સર્વ પશ્ચાતાપ કરતો જાઉં છું. 

હું રહ્યો નાદાન એથી ભૂલ મારી થઈ ગઈ, 
ભૂલ સ્વીકારી હૃદયને સાફ કરતો જાઉં છું. 

તું દયાસાગર ભુલાવું કેમ ઉપકારો બધાં, 
એટલે મારા અહમને રાખ કરતો જાઉં છું. 

ધૂપ, દિવો ને અગરબત્તી પ્રથમ પેટાવતો, 
શ્વાસમાં વિશ્વાસ ભરતો વાહ કરતો જાઉં છું. 

ફક્ત મારા એક પૂરતું આ જગત સિમિત નથી, 
સર્વનું કલ્યાણ હો એ જાપ કરતો જાઉં છું. 

@ મેહુલ ઓઝા, જામનગર.




...

©Mehul Oza #Mere_Pyare_Bhagwan_Ji
mehuloza8365

Mehul Oza

New Creator