એવો એક દિવસ ફરી આવશે જ્યારે , લોકોના મનમાં આશાનું એક કિરણ જાગશે ફરી બધા ચા ની પ્યાલી સાથે નુક્કડ પર ગપ્પા લડાવશે શાંત પડી ગયેલી શેરીઓમાં ફરી મસ્તી ના રણશિંગા ફૂકાશે ફરી એકવાર ચાર-પાંચ સહેલીઓ ભેગી થઈ શોપિંગ જશે 1 min ago દેખાતું last seen હવે 1 day ago બતાવશે એવો એક ફરી દિવસ આવશે જ્યારે , ચાર રસ્તે ટ્રાફિક જામ થશે , બધા પોતાનો રસ્તો જાતે કાઢશે પાણીપુરી, પિઝા અને પાવભાજી ની લારીઓ છલકાશે ઓફીસ માં ફરી બધા કામ પતાવવા ની દોડાદોડી માં લાગશે છોકરાઓ સ્કૂલેથી પાછા આવીને હોમવર્ક પતાવશે આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે કોરોના નો વિનાશ થશે અને ફરી એક દિવસ એવો જરૂર આવશે કે લોકો પોતાની નવી જિંદગીની શરૂઆત કરશે. - રાહી ગાંધી #lockdown #lifeafterlockdown