લાગણી ને શબ્દમાં બસ ઢાળતા ના આવડ્યું ને તને પણ આંખ મારી વાંચતા ના આવડ્યું તે બધી તકલીફ તારી પ્રેમ થી બોલી દીધી ને મને એકય દરદ સમજાવતા ના આવડ્યું એ જ મારી ખાસિયત ને એ જ ખામી પણ હતી જિંદગી માં કોઈને વ્હાલું થતા ના આવડ્યું એટલું કારણ હતું પામી શકાયું ના તને એક ખિલોના જેમ દિલ બહેલાવતાં ના આવડ્યું. આપડે પલ્લે પડ્યા દુઃખો જ હંમેશા અહીં ક્યાંક આવી જો ખુશી પંપાળતા ના આવડ્યું જીવવા જેવી ન'તી એ જિંદગી જીવતો રહ્યો જિંદગીભર જિંદગીને જીવતા ના આવડ્યું વાહ નીકળી જાય વાંચી ને તરત કોઈ ની પણ વાત એવી શાયરીમાં લાવતા ના આવડ્યું મિતેષ વ્યાસ અંકલેશ્વર. #message