યાદ તારી આવે છે " સ્મૃતિ કેરા તટકિનારે,મોજા ઉછળતાં આવે છે તારા સ્પર્શ ની માફક લહેરો, પગ મારા પખાળે છે... ફેરવતો સાગર પર નજરો,દૂર ક્યાંય તું આવે છે મધદરિયે ઘુઘવાટા વમળો, ગીત તારા ગાવે છે... ઉંડો દરિયો જાણે ગહેરાઈ, સંબંધ ની દર્શાવે છે મસ્ત મોજીલા સાગરની,ખારાશ ક્યાં કોઈ જાણે છે... આથમતો આ સૂરજ જોઈ, હૈયું છલકાયે છે ઝાકળથી ભીંજાતા પાંપણ, મુખ તોયે મલકાયે છે... યાદો ને કિનારે બેસી, " સમીર " ડુબકી લગાવે છે ક્ષણિક શ્વાસ રુંઝાતા જોને, ' યાદ તારી આવે છે...'. યાદ તારી આવે છે