આમનેસામને વાતચીત થાય ને બોલાયેલા શબ્દો સાથે આંખો ને અંગભંગિમાઓ વંચાય કેટલુંક સમજાય કેટલુંક રહી જાય, સંદેશાથી જ્યાં ના પહોંચી શકાતું ત્યાં વાત પહોંચી જાય હા ક્યારેક વત્તુ-ઓછુ સંભળાય કેટલુંક સમજાય કેટલુંક રહી જાય, પત્રોમાં યાદ રાખીને ઘણું કહેવાય થોડું ભૂલાય દેખીતા અણદેખીતા શબ્દો વંચાય કેટલુંક સમજાય કેટલુંક રહી જાય, સંવાદના રસ્તા ઘણાંય દરેકમાં થોડી અટપટી ગલીઓ પણ દરેકના પોતાના સુંદર દ્રશ્યો શોધી લે એમાંનો જે તને તારી મંઝિલે લઈ જાય. 🌼 Say what you want from the heart, And have a heart that listen. 🌼 #communication #sharing #hearttohearttalks #latenighttalks #coffetalks #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems