સુપ્રભાત કેમ કહું, આજ હ્રદય મારું કહે છે... શહીદો ની શહાદત પર, આંખો મારી રડે છે... કલમ મારી રડે છે, ગઝલ મારી રડે છે... કંઈક લખવા બેસું, ત્યાં તો શબ્દો મારા રડે છે... નેતા બેઠા નિંદા કરે છે, અહીંયા શહીદો ના પરિવાર રડે છે... અમે બેસી બસ સ્ટોરી અને પોસ્ટ મુકીશુ... ને જે પોસ્ટ ના કરે એમને કહીશું, કે તમને શહીદો ની શહાદત પર ક્યાં કંઈ ફરક પડે છે... અમારી દેશ ભક્તિ એટલી કે સ્ટોરી પોસ્ટ મૂકી બતાવિશુ... ને ઘરમા બેસી કહીશું, આ પાકિસ્તાન કેવું ખરાબ કરે છે... એ પકિસ્તાન નાં આતંકવાદી તો બધાંય ને દેખાય છે... પણ દેશ માં જ બેઠા કેટલા ગદ્દાર ક્યાં કોઇને દેખાય છે...? સૈનિક નાં પપ્પા કહે છે, ભલે મારો દીકરો મર્યો, મારો બીજો દીકરો પણ સેના માં આપું છું... તમે થોડી છૂટ આપો, પછી જુઓ આ આતંકવાદી ઘર ઘર માં કેમના મરે છે.... નેતાજી તમે શાંતિમા બેસી, ૭ દિવસ ની છુટ આપો, પછી તમે જુઓ પકિસ્તાન કેમ ખૂન નાં આંસુ રડે છે... એક પણ આતંકવાદી ક્યાંય નહીં દેખાય, આવનારી પેઢી પુછશે, પપ્પા આ પકિસ્તાન ક્યાં પડે છે...? #NojotoQuote #pulawama #shaheed #onetoy #one_toy_