સ્મિત તારા દરવાજે ઊભું છે લાગણીના જોરે, આ તો પ્રીતનું પારણું જીવી લે વાત્સલ્યના શિરે. ચિત્ર જોઈને... તારૂ મનોહર મુખડું જોઈને થાક વિસરી જવાય, એક અલૌકિક સ્મિત થકી દુઃખ સઘળા ભૂલાય . તારી નાની હથેળીનાં સ્પર્શ થકી હૂંફ અનુભવાય, તારી એક એક ખુશી માટે દુનિયાથી લડી જવાય.