ખુરશી... બધું ખાલી ખાલી લાગે છે, ઠીક એવી રીતે જેમ ખાલી છે મારી એ પ્રેમ ની ખુરશી. એ ખુરશી ખાલી છે? નાં, એ ખુરશી મેં ખાલી રાખી છે, એ રાહ માં કે એક દિવસ તું આવીશ થાકી ને એ પ્રેમની અનોખી માયાજાળ થી અને બેસિસ એનાં પર અને અનુભવીસ પ્રેમ માં હાશ... પણ હવે લાગે છે આ ખુરશી મારે આપી દેવી જોઈએ કોઈ મ્યુઝિયમ નેં સડી જાય એ પહેલાં. જ્યારે લોકો દ્રારા એને જોવાશે, કહેવાશે કે જેનાં માટે આ બની એ ક્યારેય બેસી ન શક્યું એનાં પર. તેં પછી જે લોકોમાં, એકસાથે આશ્ચર્ય અને નિરાશા નો જે ભાવ હશે, બસ એજ મારાં પ્રેમનો સાર હશે... #Chair