દુનિયાથી ભાગીને શબ્દોમાં સંતાતી ને શોધવાનો દાવ પણ ખુદને જ આપતી, નવલકથાઓના પાત્રોમાં ઝલક મારી શોધતી તો ક્યારેક ટૂંકી વાર્તાઓમાં પોતાની જાણી-અજાણી લાગણીઓ જાણતી, પણ પૂરેપૂરી ના પકડાતી એટલે ડાયરીના પાને લાગણીઓના ઢગલામાં ખુદને ફંફોસતી, એમાંથી મળતી કવિતાઓમાં દેખાતી પણ એ મારું પ્રતિબિંબ એ હું જાણતી, પકડાઈ જાઉં તો દાવ ફરી મારો જ છે એ યાદ આવતા એ બધાય શબ્દોમાં તને ખોજતી, ને ખોવાઈ જઈ તારામાં આ દાવ તને આપવાના સપના હું જોતી. 🧡📙📙🧡 #escapetofind #loveforwords #diary #findingme #findingyou #lovepoem #gujaratipoems #gujaratipoems