ગઝલ: હોય છે... ગાગાલગા ગાગાલગા ગાગાલગા એ આંખને કોનો સહારો હોય છે... આખા નગરનો ત્યાં ઉતારો હોય છે... ફરતા રહે હૈયા ભરી લોકો અહીં, જે કાવ્યને રંગે ચિતારો હોય છે... મેં રાહ જોઈ ક્યાં સુધી છે શું ખબર, કેવા પ્રતિક્ષાના પ્રકારો હોય છે... જે રાખમાં તબદીલ છે ઘર મારું આ, કોને ખબર એમાં વિકારો હોય છે... એ સ્તબ્ધ થઇ ને સાંભળે ગઝલો ક્ષિતિજ, પૂછે મને કોના વિચારો હોય છે... ✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ" ૭૮૭૮૩૬૦૦૨૫ gazal hoy che #Devarshi #vyas #kshitij