એક ભૂલ વિશ્વાસ અને એકતા, એક બીજાનો હાથ પકડીને પાર્ટી માં ફરી રહ્યા હતા ત્યાં જ વિશ્વાસની નજર પ્રિયા પર પડી. વિશ્વાસે એકતાનો હાથ છોડી સ્વસ્થ થઈને નજર ફરી ઘુમાવી. 8 વર્ષે ના સાથ પછી તો પ્રિયાને ઓળખવામાં વિશ્વાસ ભૂલ કઈ રીતે કરી શકે.?. પ્રિયાને એ પાર્ટીમાં એકલી જોઈ, વિશ્વાસ થોડો અચંબિત થઈ ગયો અને પછી નજીક જઈ બોલ્યો "તું અહીંયા!!??" આ સવાલ ઓછો ને ખુશીનો એહસાસ વધારે હતો. પ્રિયા પણ આટલા વર્ષે વિશ્વાસ ને જોઈ એક મુસ્કાન સાથે જવાબ આપે છે . "હું પણ આ જ કંપનીમાં કામ કરું છું.".વાત આગળ વધે એ પહેલાં જ એકતા આવી પહોંચે છે.. જે વિશ્વાસ નો હાથ પકડીને એને ડાન્સ માટે ખેંચી જાય છે. આ બધું જોતી પ્રિયાની આંખો જાણે હકીકત અને સપના વચ્ચે ભેદ શોધવાનો પ્રયાસ કરે છે. વિશ્વાસ અને એકતાને સાથે જોઈ કદાચ આજે પ્રિયા પોતાની કરેલી ભુલના આશુંને અટકાવી એક ખૂણા માં ઉભી રહે છે. 8 વર્ષ ના વિશ્વાસ અને પ્રિયાના સંબંધ અને અચાનક જ પ્રીયા એક દિવસ વગર કીધે વિશ્વાસ ને મુકીને જતી રહી હોય છે. એ દિવસ પછીની આ પ્રથમ મુલાકાત છે.