કેટલાય unsend મેસેજીસ ....ડિલીટ કર્યા પછી પણ વાતો તારી જ મન માં વાગોળ્યા કરું છું, ભૂલી નથી કશું જ હું.,બસ મનમાં ને મનમાં તને યાદ કરી મર્યા કરું, સાથે જીવવાનું સપનું ઝાકળ બની ને ઉડી ગયું પણ તારી સુગંધ અનુભવ્યા કરું, તું જ છે ને તું જ રહેવાનો આ આત્મામાં બસ જગ્યા મારી ને તારી હું શોધ્યા કરું., ખબર છે મારી વેદના તારા માં તું અનુભવે છે પણ હું પણ અહીં ઝુર્યા કરું,. શું કહું તને હું? તારી સાથે ગાળેલા એ દરેક ક્ષણ હું સતત વાગોળ્યા કરું... તું જ આત્મા ,તું જ શરીર ,તું જ મન મારૂં, તું જ અસ્તિવ મારૂં મારા પર બસ હક તારો જ, પણ કેવા સમયનાં બંધનમાં બંધાઈ છું હું કે છૂટવા હવાતિયાં માર્યા કરું..... #હુંઅનેમારીવાતો #ગુજરાતીyqmotabhai #ગુજરાતી #yqmotabhai #yqgujarati #સમય