જિંદગી ઘટનાઓની હારમાળા છે. રોજ કંઈ ને કંઈ બનતું રહે છે. થોડુંક સારું અને થોડુંક નરસું. થોડુંક ધારેલું અને થોડુંક અણધાર્યું. થોડુંક રોકિંગ અને થોડુંક શોકિંગ. સરપ્રાઇઝ આપતા રહેવું એ જિંદગીની ફિતરત છે. જિંદગીને દર વખતે એકસરખી નજરથી ન જોવાય. ક્યારેક એને સાવ નજીકથી જોવી પડે અને ક્યારેક બહુ દૂરથી એના પર નજર નાખવી પડે. જિંદગી એ એવો પાઠ નથી કે એક ઘામાં આવડી જાય. આ તો એવું લેસન છે જેને રોજેરોજ શીખવું પડે છે અને રોજેરોજ તેના દાખલાઓ સોલ્વ કરવા પડે છે. ©Devang Limbani follow me instagram Devang Limbani official