એકધારાપણું લાગતું સતત વારંવાર, આવતો વિચાર કરવો બીજું કશુંક, થતાં પ્રશ્નો આના પછી શું થશે, શું કરીશ. પણ જવાબ જો જરાક જડે, ત્યાં અચાનક ખરા પ્રશ્નો તો જુદા થઈ પડે. કે જે છે એનું શું, એ ક્યાં સુધીનું, પૂરો થઈ ગયો એનો સમય, કે એની પાસે હજુ મારો સમય. એય છે તો સારું જ તો કરવું કેમ નવુ કંઈ, એ પણ જરૂરી હતું તો હવે નવું કેમ જરૂરી છે, ગજબ છે. ને હવે પ્રશ્નો શું ના બદલે કેમ થઇ ગયા, બીજાને પૂછવા કે સમજાવા કરતા, ખુદને સમજવાના ને સમજાવવાના થઈ ગયા. 💚💚 #monotony #routine #change #choices #dillema #life #englishpoems #grishmapoems