Nojoto: Largest Storytelling Platform

માતૃત્વ મારાં ભીતર રહેલાં વહાલને વરસાવવા મારા મન

માતૃત્વ

મારાં ભીતર રહેલાં વહાલને વરસાવવા 
મારા મન ને વધુ સંવેદનશીલ કરવા 
આપણે આપણો એક અંશ ઝંખતા હતા.

ઊગ્યો સૂરજને આવ્યો અજવાશ નો દિન,
ફૂટ્યું બીજ ને પાંગર્યો બાળ મારી કોખે.

શરૂના દિનો લાગ્યા બહુ કઠિન ને તન ગયું સુકાઈ, 
આવ્યો એક  મીઠો સ્વર ધીરેથી,
 બોલ્યું બાળ હું છુ મા તારા કોખે.

મા બની ભાવુક ને  વેઠ્યા બધા  કષ્ટ,
વિકસવા દીધો બાળ
 જે બન્યો સંસારના બાગ નો મહેકતો છોડ.

ધીમે ધીમે સમય સાથે  વિકસતો રહયો ગર્ભ ને 
  મા ની  આતુરતા  વધતી રહી.

સિંચ્યા ગર્ભ જ્ઞાન,ને ગીતા પાઠ,
બન્યો પરિપક્વ ગર્ભ સમજણ ને  પાર, 
આપ્યા સદવિચારો અપરંપાર.

©'મધુ'
  #Madhu
goswamidivya4472

'મધુ'

New Creator
streak icon1

#madhu #Poetry

135 Views