કલમના નસીબમાં કાગળ છે કે નહીં કોને ખબર? ચાતકના નસીબમાં વાદળ છે કે નહીં કોને ખબર? ખરી જવું એ નિત્યક્રમ છે પુષ્પનો, ખરતાં પહેલા પુષ્પના નસીબમાં ઝાકળ છે કે નહીં કોને ખબર? ને કિનારે છોડી નાવ પહોંચી છે મજધારે, એ નાવના નસીબમાં સ્થળ છે કે વમળ કોને ખબર? વાત પણ સાચી છે, કે કાલની કોને ખબર, એ ગલૂડિયાંના નસીબમાં ફાગણ છે કે નહીં કોને ખબર? યંત્રવત્ થતું જાય છે બધુજ અહીં, આવતીકાલે માણસના નસીબમાં માણસ છે કે નહીં કોને ખબર? જયકિશન દાણી ૦૪-૧૨-૨૦૨૩ ©Jaykishan Dani who knows