હિસાબો બહુ આવડતા નથી છતાં ગણતરી માંડી બેસું છું, ખર્ચ ગણું છું, જરૂરિયાતો ગણું છું, ઈચ્છાઓને ગણતરીમાં બેસાડવાની કોશિશ કરું છું, બચત માટે પણ જગ્યા કરું છું, મોટે ભાગે તો મેળ બેસાડી દઉં છું, પણ ક્યારેક એવી જડબેસલાક ગોઠવણ કરું છું, કે સપનાઓને ભવિષ્યમાં ગણું છું તો ક્યારેક સપનાઓને બાદ ગણું છું, આ ગણતરીઓ બેસાડવા ઘણું કરું છું ને ક્યારેક એનો હિસાબ ના મળે ત્યારે બસ આમ જ ગણતરી માંડી બેસું છું. 🧡📙📙🧡 #calculations #expenses #needs #dreams #wants #efforts #gujaratipoems #grishmapoems