Nojoto: Largest Storytelling Platform

ડાયરીના પાને અસ્તવ્યસ્ત વિચારો વેરાય, ગૂંચવાયેલા વ

ડાયરીના પાને અસ્તવ્યસ્ત વિચારો વેરાય,
ગૂંચવાયેલા વિચારોની ગાંઠ શબ્દોમાં ખુલતી જાય,
ધીરે-ધીરે વિચારોને પોતાનો ક્રમ સમજાતો જાય,
એ વિચાર-કડીઓ, જાણતા-અજાણતા
વસાયેલા દ્વારની કડીઓ ખોલતા જાય,
ને શબ્દોની આંગળીએ હું આગળ વધતી જાવ,
પોતાને રોજ ફરી મળતી જાવ,
થોડી દુનિયા ને ઘણી હું મને સમજાય,
ને ક્યારેક ક્યારેક એમાંથી આમ કવિતાઓ સર્જાય,
એને મારા શબ્દોની કહું કે વિચારોની કહું,
એની ચર્ચા-વિચારણા ફરી ડાયરીના પાને થાય. 🧡🖤🖤🧡
#diary #thoughts #chaos #clarity #understandingoneself #meetingmyself #gujaratipoems #grishmapoems