Nojoto: Largest Storytelling Platform

હું નહિ બોલું હવે મારી કવિતા બોલશે. ભેદ દુનિયાના બ

હું નહિ બોલું હવે મારી કવિતા બોલશે.
ભેદ દુનિયાના બધાયે એકસાથે ખોલશે.

કેટલો કચરો કર્યો છે શબ્દનો પૂછો ના વાત,
જેમ ફાવે એમ ભાષાને બધા શું છોલશે?

અર્થનો કરશે હમેશા સૌ મળી પાછો અનર્થ,
વાંદરાની જેમ શું એ શબ્દને પણ ફોલશે!

કૈક તો લાવો ચમત્કૃતિ કવિતામાં તમે,
વાંચતા સાથે જ મસ્તક ભલભલાના ડોલશે.

ગીત ગઝલો કાવ્ય તો લયબદ્ધ છંદોબદ્ધ હોય, 
સાવ ખોટા ભ્રમમાં આચરનાર શું એ મોલશે?

'જોડણી સાચી' એ ભાષાનું ઘરેણું છે જુઓ,
"દીપ" પ્રગટાવો કવિતા ત્રાજવે સૌ તોલશે.


#વિશ્વ કવિતા દિવસની શુભ કામનાઓ#


✍️દીપકસિંહ સોલંકી "દીપ" ઉમરેઠ આણંદ happy world poetry day
વિશ્વ કવિતા દિવસની શુભ કામનાઓ
દીપક સિંહ સોલંકી દીપ ઉમરેઠ આણંદ
હું નહિ બોલું હવે મારી કવિતા બોલશે.
ભેદ દુનિયાના બધાયે એકસાથે ખોલશે.

કેટલો કચરો કર્યો છે શબ્દનો પૂછો ના વાત,
જેમ ફાવે એમ ભાષાને બધા શું છોલશે?

અર્થનો કરશે હમેશા સૌ મળી પાછો અનર્થ,
વાંદરાની જેમ શું એ શબ્દને પણ ફોલશે!

કૈક તો લાવો ચમત્કૃતિ કવિતામાં તમે,
વાંચતા સાથે જ મસ્તક ભલભલાના ડોલશે.

ગીત ગઝલો કાવ્ય તો લયબદ્ધ છંદોબદ્ધ હોય, 
સાવ ખોટા ભ્રમમાં આચરનાર શું એ મોલશે?

'જોડણી સાચી' એ ભાષાનું ઘરેણું છે જુઓ,
"દીપ" પ્રગટાવો કવિતા ત્રાજવે સૌ તોલશે.


#વિશ્વ કવિતા દિવસની શુભ કામનાઓ#


✍️દીપકસિંહ સોલંકી "દીપ" ઉમરેઠ આણંદ happy world poetry day
વિશ્વ કવિતા દિવસની શુભ કામનાઓ
દીપક સિંહ સોલંકી દીપ ઉમરેઠ આણંદ