#PulwamaAttack શ્રદ્ધાસુમન હું યાદ કરું એ પળ જે કદાચ આખરી હશે, નથી ખબર મને કેટલી આકરી હશે! સુગમ સુગંધી વસંત ની પો' ની શાંતિ કોને ખબર હતી કે કુરબાની લેશે! ૪૮ સપૂતો ના ધબકતા હૃદય સરહદે, કોણ જાણતું' તું ઓચિંતા થંભશે! પ્રેમ પ્રસ્તાવ ના પ્રસંગો હર વર્ષ આવતાં' તા, કોને ખબર હતી કે આવી દુર્દશા કરશે! હર્ષિત હવા, સુગમ સવાર એકાએક ધડાકે, કોણ જાણતું' તું શોક હતો હર્ષ વેશે! ચિંથરેહાલ દેહ રક્ષકો ના વેખરેલ પડ્યાં' તા, એમાં કયો કોના દેહ નો અંશ, કોણ કે'શે! અપાર અશ્રુ મૌન માતમ ભારત ને, વેલેન્ટાઈન ડે, કોને ખબર હતી આવો ઉપહાર દેશે! - તીર્થ સોની "બંદગી" રાજકોટ #pulwaattack