તારી હાજરી જરૂરી છે ભલેને આંખો મારી મોબાઇલમાં ગડી છે, તારું હોવું જરૂરી છે ભલે મારે વાતે વાતે લડાઈ કરવી છે, તારી ને મારી ઉંમર વધી છે પણ તારા હોવાથી નાદાનીને મારી સાથે હજુય રહેવાની છૂટ મળી છે, હવે મસાલાઓમાં મને સમજ પડી છે તોય તું બનાવે ને હું ખાઉં ત્યારે લાગે કે ભૂખ ઉઘડી છે, ઊંચાઈએ પહોંચવા પાંખો આપી પણ કંઈ કેટલીય વાર ડર લાગે ત્યારે મારી સાથે તું ઉડી છે, અજબ હોય કે ગજબ હોય છતાંય મારી દરેક વાતને સાંભળી છે માં તું એક જ તો છે જેણે હંમેશા મને સંભાળી છે. 👩👧Happy Mother's Day👩👧 #mothersday #mymommyworld #supportsystem #emotions #rawemotions #gujaratipoems #grishmapoems