Nojoto: Largest Storytelling Platform
prajapatigurudev1657
  • 28Stories
  • 45Followers
  • 175Love
    63Views

Prajapati Gurudev

#simple #person #gujarati #bhasha #teacher

  • Popular
  • Latest
  • Video
08c7ca9ef7b6144b390a6198088e617e

Prajapati Gurudev

બપોરી વેળા
ઘર બંધ નિહાળી
ભૂખ વિસ્તરે!

©Prajapati Gurudev #હાઇકુ

#હાઇકુ #Poetry

08c7ca9ef7b6144b390a6198088e617e

Prajapati Gurudev

ટપાલ ખોલું ને
નીકળે
મુરઝાયેલા પતંગિયા
રંગોની
એક્સપાયરી ડેટ સાથે.

©Prajapati Gurudev
08c7ca9ef7b6144b390a6198088e617e

Prajapati Gurudev

બાળ ગીત : 🐘મજાના હાથીભાઈ🐘

એક મજાના હાથીભાઈ
જાડા - પાડા હાથીભાઈ

રોજ સવારે નહાવા જાય
નદી કિનારે ફરવા જાય

તરતાં તરતાં સામે જાય
ગીત મજાના ગાતા જાય

માછલીબેન ને મગરભાઈને
ખબર અંતર પૂછતાં જાય

કિનારે આવી આળોટતા
રમ્મત ગમ્મત કરતાં જાય

હાથીભાઈનું પેટ જોઈ
નાના ભૂલકાં હરખાઈ જાય

નદી, ખેતર જોતાં જોતાં
હાથીભાઈ તો નહતા જાય

એક મજાના હાથીભાઈ
જાડા - પાડા હાથીભાઈ

@ આર્યા પટેલ
ધોરણ : ૬
શ્રી સરસ્વતી વિદ્યાધામ, કરજણ

©Prajapati Gurudev #ChildrenDay #song
08c7ca9ef7b6144b390a6198088e617e

Prajapati Gurudev

મુલ્લા,મહંત,પાદરી "મારુ શ્રેષ્ઠ,બીજું બધું નકામું"નો મંત્ર ભણાવે છે. જયારે એક શિક્ષક "આ શ્રેષ્ઠ અને બીજાનું નબળું નથી" એ શીખવે છે. જયારે સારો શિક્ષક "આ પણ શ્રેષ્ઠ છે, એ પણ શ્રેષ્ઠ છે,પણ એ જરાં જુદી રીતે શ્રેષ્ઠ છે" એમ સમજાવે છે.

જયારે ઉમદા શિક્ષક "આ પણ શ્રેષ્ઠ છે, એ પણ શ્રેષ્ઠ છે.પણ, ચાલો શ્રેષ્ઠને હજી વધુ બહેતર બનાવીએ" એમ શીખવે છે.

©Prajapati Gurudev #Teachersday
08c7ca9ef7b6144b390a6198088e617e

Prajapati Gurudev

!! એક સમયે 50 પૈસામાં 1 સમોસો મળતો હતો ને ફોન કોલના દર 8 રૂપિયા હતા,પણ અત્યારે 1 સમોસાના 8 રૂપિયા છે ને ફોન કોલના 50 પૈસા છે.શું મોંઘવારી છે યાર.....!!

©Prajapati Gurudev
  #onenight
08c7ca9ef7b6144b390a6198088e617e

Prajapati Gurudev

આપણે અયોધ્યામાં રહીએ છીએ કે લંકામાં એ અગત્યનું નથી. અગત્યનું એ છે કે આપણે મંથરાની ભૂમિકા ભજવીએ છીએ કે વિભીષણની.

©Prajapati Gurudev
  #happydussehra
08c7ca9ef7b6144b390a6198088e617e

Prajapati Gurudev

પવનને
ધૂબ્બો મારી
હવા
સંતાઈ ગઈ
પરપોટામાં.

©Prajapati Gurudev #Aansu 
#પરપોટો

#Aansu #પરપોટો

08c7ca9ef7b6144b390a6198088e617e

Prajapati Gurudev

હોંશીયાર અને સમજદારમાં ઘણો ફરક છે.

હોંશિયાર રસ્તા પરના કાંટાથી બચીને નીકળી જાય છે.
જ્યારે
સમજદાર રસ્તા પરના કાંટા વીણી લે છે.

©Prajapati Gurudev #God
08c7ca9ef7b6144b390a6198088e617e

Prajapati Gurudev

નિયમ જ્યારે નિશ્ચય બની જાય,
માણસ ત્યારે સફળ બની જાય.

©Prajapati Gurudev #friends
08c7ca9ef7b6144b390a6198088e617e

Prajapati Gurudev

વૃક્ષ હેઠળ
ચર્ચા થઈ રહી છે
બુઢ્ઢા પર્ણોની.

©Prajapati Gurudev #tree
loader
Home
Explore
Events
Notification
Profile