Nojoto: Largest Storytelling Platform
kaushik14609033
  • 2.0KStories
  • 105Followers
  • 1.2KLove
    12.4KViews

kaushik

  • Popular
  • Latest
  • Video
337aa83fdf71d7f2f6906af6cf62bf94

kaushik

White કરામત છે કે શરારત છે?
કાન્હા કહે તું ક્યાં છે?

આપ્યું વચન પણ ના દેખાય છે 
જન્માષ્ટમી આવી, તું કયા ઘરે છે?

તું કરે છે એ કરામત!
ના..ના..આ તારી છે શરારત 

આવીશ કહીને દેખાતો નથી 
તહેવારોમાં પણ જણાતો નથી 

બસ ઉજવણી કરીએ અમે તહેવાર 
ને કરીએ તારા હિંડોળા દર્શન 

મન મનાવી લીધું છે અમે 
તું તો બેઠો બેઠો કરે છે ખેલ 

કરામત છે કે શરારત છે?
કાન્હા કહે તું ક્યાં છે?


ગોકુળ ગયો, વૃંદાવનમાં શોધ્યો 
રાધાના બરસાનામાં ગયો 

હું પહોંચું એ પહેલાં જ 
ગાયબ થવાની કરે છે કરામત 

તું કહે છે કે રમત છે મારી 
કેમ શોધે છે વૃંદાવન બિહારી!

ઘટ ઘટમાં વસેલો છું હું 
મનમંદિરમાં જુઓ, ત્યાં છું હું 

કરામત છે કે શરારત છે?
કાન્હા કહે તું ક્યાં છે?
- કૌશિક દવે

©kaushik
  #શ્રીકૃષ્ણ

#શ્રીકૃષ્ણ #ભક્તિ

337aa83fdf71d7f2f6906af6cf62bf94

kaushik

હમણાં તો તું આવી 
તને પીછાણી, નહીં જાઉં 
આવી છે વર્ષાની ઋતુ 
તું કહે કે હેલી લાઉં!

©kaushik
  #કોટસ

#કોટસ #શાયરી

337aa83fdf71d7f2f6906af6cf62bf94

kaushik

ખુશ રહેવું 
અને ખુશીઓ આપવી 
ફક્ત જાતે ખુશ રહેવું 
અને જાતે ખુશ રહીને પણ‌
અન્યને ખુશીઓ આપવી શ્રેષ્ઠ છે

©kaushik
  #ખુશી

#ખુશી #પ્રેરક

337aa83fdf71d7f2f6906af6cf62bf94

kaushik

લાગણીઓની માયાજાળ 
ને સફરમાં છે કોનો સાથ?
સમયની રાહ જોવામાં 
સમયમાં ન મળે કોઈનો સાથ 
મન કરવાનું છે દ્રઢ 
જિંદગીના સફરમાં 
કોઈકનો જ મળે સાથ

©kaushik
  #લાગણી

#લાગણી #કોટ્સ

337aa83fdf71d7f2f6906af6cf62bf94

kaushik

White मन में स्मरण 
हर समय स्मरण 
समय-समय पर स्मरण 
नाम महादेव जी का

©kaushik
  #sawan_2024
337aa83fdf71d7f2f6906af6cf62bf94

kaushik

White મનની સુંદરતા શ્રેષ્ઠ છે..

©kaushik
  #sawan_2024
337aa83fdf71d7f2f6906af6cf62bf94

kaushik

આંગણે બેઠો મોર,મોર ટહુકો કરે 
દોડીને આવતી ઢેલ,ઢેલ ડાન્સ કરે 
જોઈને પંખીઓ હસે,
ડાળીઓ પર ઝૂલા ઝૂલે 
દોડતા આવ્યા બાળકો 
જોઈને તાલી પાડે 
આંગણે બેઠો મોર 
મોર ટહુકો કરે

©kaushik
  #મોર# વરસાદ

#મોર# વરસાદ #કવિતા

337aa83fdf71d7f2f6906af6cf62bf94

kaushik

White ના વાદળ ના વિજળી ચમકી 
છતાં પડે છે વરસાદના છાંટા 

જોયું આકાશે દોડતું આવતું 
એક વાદળ પાછળ એક એક વાદળ 

હાશ થઈ મને, પડશે વરસાદ 
ગરમીમાં મળશે રાહત 

ગરમીમાં મળશે રાહત 

કાગળ લઈને ઉભો બાલ્કનીમાં 
લખવાને એક કવિતા 
વર્ષાની એક કવિતા 

આવ્યો પવન ,એવો જોરદાર આવ્યો 
પડી ગઈ મારી પેન, ઉડી ગયો કાગળ 
હવામાં ઉડી ગયો કાગળ 

મને થયું, કંઈ વાંધો નથી 
પડશે હવે વરસાદ, પડશે હવે વરસાદ 

એવામાં વીજળીના ચમકારા 
પડતો રહ્યો વરસાદ, 
પડતો થયો વરસાદ 
અમે જોઈને ખુશ થાતાં, 
ધીરો ધીરો વરસાદ 
જોઈએ ધીરો ધીરો વરસાદ 
- કૌશિક દવે

©kaushik
  #વરસાદ #વાદળ

#વરસાદ #વાદળ #કવિતા

337aa83fdf71d7f2f6906af6cf62bf94

kaushik

White कहीं बारिश कहीं धूप 
सोच नहीं सकता इन्सान 
कब आयेगी बारिश

©kaushik
  #बारिश
337aa83fdf71d7f2f6906af6cf62bf94

kaushik

White જો કંઈ મોંઘી હોય તો જિંદગી છે 
ને
જો કંઈ સસ્તી હોય તો પણ જિંદગી છે 
પસંદગી આપણે કરવાની છે

©kaushik
  #જિદંગી

#જિદંગી #કોટ્સ

loader
Home
Explore
Events
Notification
Profile