કાદવ ઉપર ઉઠતા રહેવાનું અહીં ,
ખીલ્યાં પછી ક્યાં કશુ કહેવાનું અહીં.
આચાર છે એ ધર્મમાં ખીલી ઊઠે,
મહેંકી પછી આનંદથી સહેવાનું અહીં.
#Quotes
Mohanbhai आनंद
#good_night
ભેદ પ્યારે મૃત્યુથી તો મટી ગ્યો છે
યાર સાચ્ચે તું જીવનને વટી ગ્યો છે.
જો ઊગ્યો છે ચેતનાનો સુર્ય જ્યાં,
મોહ માયા સ્વાર્થ ત્યાં તો ઘટી ગ્યો છે
Mohanbhai आनंद
#Sad_Status
હોશમાં ક્યાં છે આ શબ્દોની કથા જો,
થાય ભણતર ભાર કેવી છે મજા જો.
આમ તો વેપાર ક્યાં છે શબ્દનો કોઈ?
તો'ય શિક્ષા ભેખધારીને નફા જો.
Mohanbhai आनंद
#good_night
अपना कहकर आप,फिर ग़ैर समझते हो
गैराना ताल्लुकात में, फिर क्यु उलझते हौ
बेहाल आखे , हिसाब मांगती है अश्कों का,
गोरे गाल पर रोज़ फिर क्यु फिसलते हो
खुले आसमान में,चांद से मिलाकर आंखें,
Mohanbhai आनंद
#GoodMorning
अपना कहकरआप,फिर ग़ैर समझते हो
गैराना ताल्लुकातमे फिर क्यु उलझते हौ
बेहाल आखे हिसाब मांगती है अश्कों का
गोरे गाल पर रोज़ फिर क्यु बरसते हो
Mohanbhai आनंद
લીલાશ તો , થોડીક જો, છે પાંદડામાં,
હદયે વસંત યૌવન બની છે આપણામાં.
આનંદમય ઉત્સવ અનેરો આમ ઉજવી,
આ જિંદગી મસ્તી ભરી છે આંગણાંમાં.
આનંદ #Quotes
Mohanbhai आनंद
#sad_shayari
મદમસ્ત હું મસ્તીમાં તો એક શહેનશાહ છું,
પ્રાણોમાં એક બસ જિંદગીનો હું પ્રવાહ છું.
સોહમ સ્વરૂપ ધારણ કર્યું શ્વાસે જુઓ જીવણ;
અનુભૂતિથી જાણો ખરેખર તો હું ચાહ છું.
બાંધ્યો નથી નિર્બંધ, તો પણ મુક્ત ક્યાં કહ્યો?
Mohanbhai आनंद
#Animals ના કાયદો ,નૈતિકતા જાગશે?
રૂઠશે પ્રકૃતિ,સૌ કોઇ ભાગશે.
પરિવર્તનનો છે આ સમય જરા,
એક મૃત્યુ જ સંસાર પામશે.
ભાંગી પડી ભૂક્કો થશે બધું,
તલવાર બુઠ્ઠી, મ્યાન રાખશે.
Mohanbhai आनंद
#bluemoon ત્યાગ માર્ગે મોક્ષની કળ ગોઠવી છે.
ખાસ ભ્રમણા મનની આજે તોડવી છે.
કેમ સમજાવું હું જીવને સુખ છે ક્યાં?
વૃત્તિ આભાસી ખરેખર છોડવી છે.
સ્વાર્થથી ફેલાય છે જુઠ્ઠી જ દુનિયા,
ત્યાગનાં દર્પણમાં દુનિયા તોલવી છે.
Mohanbhai आनंद
#Night
ભલા ભાવે, જ દિલ ભોળા પડ્યા છો,
તથા પ્રેમાળ થઇ સાચ્ચે ભળ્યા છો.
જુઠ્ઠાણા ને રહ્યા વળગી જિંદગી ભર,
તમે સતને કદી પણ ક્યાં અડ્યા છો.
#Poetry