Nojoto: Largest Storytelling Platform
shreyashparekh9259
  • 354Stories
  • 208Followers
  • 3.0KLove
    9.0KViews

Shreyashkumar Parekh

  • Popular
  • Latest
  • Repost
  • Video
a3f1b512463ce445d050a7c0a2c48e06

Shreyashkumar Parekh

જાજમ નો ભાવ જમણ કરતા મોંઘો હતો!
લાગ્યો જે મને પ્રેમ એ તો એક સોદો હતો!


ઊઠો,જાગો,ભાગો ને ભોગવો આ દિનચર્યા બચી છેલ્લે!
ક્યારેય કદી ના થયું કઇ પણ જેની હું વાટ જોતો હતો!


વંચિત હોવું જોઇએ લાગણીઓ,સમજણ અને બુધ્ધિથી!
બધુ ખબર પડતી હતી મને ,એ પણ તો મારો વાક-ઘુનો હતો.


સમજ કે સમજદારી ભૂલથી પણ ના કેળવવી જોઇએ "સંદિગ્ધ"
શાબાશીની સળિઓ ના સહારે, સમજોતા નો બંધ બંધાતો હતો.


- સંદિગ્ધ

©Shreyashkumar Parekh
a3f1b512463ce445d050a7c0a2c48e06

Shreyashkumar Parekh

होंसलो की पूंजी से हमने कुछ पंख खरीद लिए!
सफर को शाश्वत समझ और घर से चल दिए।

• संदिग्ध

©Shreyashkumar Parekh
a3f1b512463ce445d050a7c0a2c48e06

Shreyashkumar Parekh



વર્ષો પછી જોજે તું મળશે મને 
ભૂલેલું બધું યાદ આવશે તને
ઘડી બે ઘડી વાગોળશે તું 
કેમ છે શું કરે પૂછશે તું 
જવાબો મારા ખબર હશે તને 
સવાલો તો પણ તું કરશે મને 
જૂની આદત છે તારી પજવશે તું 
મારા કરેલા પ્રેમ પર હસશે તુ
હાંસિલ બધી સિદ્ધિઓ સંભળાવશે મને 
પછી પ્રતિભાવો મારા કઠણ લાગશે તને 
તારા હોઠો ની લાલી બતાવશે તું 
ભરાઈ આવેલો ડુમો છુપાવશે તું 
હાથોમાં મારા સિગરેટ દેખાશે તને 
એક જૂની આગનો ધુમાડો ઘૂટસે મને 
તારા સાથી સામે અચકાશે તું 
સહજતાથી મારું નામ લેશે તું 
મન માને કે ના માને તું મળી લેજે મને
રણ ને મળી રસધાર એવુ લાગશે તને!

• સંદિગ્ધ

©Shreyashkumar Parekh
  #Barsaat
a3f1b512463ce445d050a7c0a2c48e06

Shreyashkumar Parekh

કેટલાય હવન માં હોમાયો છુ.
જગ જાહેર કે દઝાયો છું!
તુ પણ તાપી લેજે થોડુંક,
હું મારા લક્ખણે લૂંટાયો છું.

મંઝિલો સર કરી બધી અને 
પોતાના લોક થી પરાયો છું!
બધી સ્વાદિષ્ટ ભાષાનો ઠેકો તારે,
હું સત્ય ભેગો ભેરવાયો છું.

અંધારા નો આભારી હું.પણ,
તારી જ ફૂંકે ઓલવાયો છું!
સમયના ઘૂંટડે ઘૂંટડે ઘેરાયા પછી,
હું શબ્દે શબ્દે આ છલકાયો છું.

• સંદિગ્ધ

©Shreyashkumar Parekh
  #KhulaAasman
a3f1b512463ce445d050a7c0a2c48e06

Shreyashkumar Parekh

બધુ જોયુ છે ને જોવાય જશે હેમ ખેમ
પ્રશ્ન ફક્ત એટલો જ કે તારે આવું છે કે કેમ?

ફિકર બધિ દઈ દે; ફકીરો ને મફત માં!
સાકી સામે ના વિચારાય, પવિત્ર થવુ કે કેમ?

આપળે તો ગણીએ છીએ ગોઠવાયેલું ગણિત
તને તારા જ અંશ અને છેદ પર પ્રશ્ન થાય કે કેમ?

ઉપર ઉપર થી અમીર, અંદર અંદર થી આછો!
ખામિરાઈ નો તો ખાંચો!, તું કલાકાર છે કે કેમ?

~ સંદિગ્ધ

©Shreyashkumar Parekh
  #Identity
a3f1b512463ce445d050a7c0a2c48e06

Shreyashkumar Parekh

किस्मत तो मेरी अपनी है! हर जगह आज़मा लेंगे
आप आइए पास बैठिए, आप पर भी लूटा देंगे।

ज़माने की ना फ़िकर है मुजको, ना ज़माने को हे मेरी!
ज़रूरते पूरी ना हुई थी, अब ज़माना बना देंगे।

भिख ना मिली वक्त से ! ना मेहरबां हुआ था साकी!
मेरे हर दर्द की बुनियादों पे अब मेखाना सजा देंगे।

मेरे चाहने वालो में हो आप आराम से फूलो फलों!
दुश्मनों के नाम पे तो दो-चार कंपनी बना लेंगे। 

दुनिया के महोल्ले में तुम हमदर्दी दिखाना मत!
हर इंसान की खूबी है यहाँ की उधार मांग लेंगे।

बात तुम्हारी और मेरी रहेगी ये तो सब कहते है, मगर!
आफ़तें अपनी छुपा लो, की लोग अफ़साना बना लेंगे।

तु कोन होता हे? क्या हैसियत तेरी “सन्दिग्ध”?
यहाँ दोलातमंदो ने चाहा तो हर कलम झुका देंगें।

~ सन्दिग्ध

©Shreyashkumar Parekh
  #akelapan
a3f1b512463ce445d050a7c0a2c48e06

Shreyashkumar Parekh

આસાન જિન્દગી માં શાન નથી હોતી.
આત્મવિશ્વાસ ની કોઈ દુકાન નથી હોતી!
ક્યા પોચ્યા સૌ કોઈ પૂછે છે આજકાલ
કેવી રીતે એની કોઈ વાત નથી હોતી.
~ સંદિગ્ધ

©Shreyashkumar Parekh
a3f1b512463ce445d050a7c0a2c48e06

Shreyashkumar Parekh

હાથ માં જામ દિલ માં ધુમાડો ને યાદો જૂની હતી!
ઉભરતો દરિયો, ડૂબતો સૂરજ ને આંખો મિચેલી હતી.

દરવાજા વગર ના દિલ માં અવરજવર ઘણાંબધાં ની હતી
યાદ છે? ઠોકર ખાય ને કિસ્મત અજવાળા માં પડી હતી!

ભોગવેલી નિરાશા કંડારેલી મારી આશા ની જ ભેટ હતી!
ખરેખર હતી! ખોટી ખુમારીઓ!, હતી ને એને લીધે જ હતી!

ચોફેર છે જગજાહેર છે જે ઘટના ઓ છે એ બની હતી!
એજ સ્થળે આંખોં ફેરવી દીધી જ્યાં એણે મિલાવી હતી.

- સંદિગ્ધ

©Shreyashkumar Parekh
a3f1b512463ce445d050a7c0a2c48e06

Shreyashkumar Parekh

ऐसे जीना भी क्या जीना है की आपकी जिंदगी हर एक को समझ आए!
मनसूबा ही मुनव्वर हो! की जिसको जो मतलब निकालना हो निकाल पाए!
मुजे कोई अहताराम नहीं है बेकार जिंदगी और चंचल समय की हर क्षण पर!
ख्वाहिश हे की कुछ उमदा यूं करे के दुनिया समझे!, और उससे पहले हम मर जाए।

• संदिग्ध

©Shreyashkumar Parekh
a3f1b512463ce445d050a7c0a2c48e06

Shreyashkumar Parekh

रफ्ता रफ्ता रायगा हो गए वो कस्बे वो  कस्ती वो मस्ती मेरी!
विदेशी सैलाबो ने हर वो सड़क छिनी जो दोस्तो के पास जाती थीं।

• संदिग्ध

©Shreyashkumar Parekh #Sunrise
loader
Home
Explore
Events
Notification
Profile