Nojoto: Largest Storytelling Platform
vijaygohelsaahil3133
  • 120Stories
  • 3Followers
  • 1.3KLove
    2.4KViews

Vijay Gohel Saahil

About Author - વિજય ગોહેલ કવિ , લેખક ઉપનામ સાહીલ જન્મ : અમદાવાદ સાહિત્ય લેખન : લેખો, વાર્તા, ગઝલ, કાવ્ય , રચના , અને એમની સૌ પ્રથમ વાર્તા પ્રતિક્ષા આક્રોશ ન્યૂઝ પેપર માં પ્રકાશિત થઇ હતી કોલેજ કાળ થી અને મરીઝ સાહેબ ની ગઝલો થી પ્રેરાઈએ ને અને સાહિત્ય માં રસ હોવા થી એ લેખન તરફ પ્રેરાયા ધબકાર ગ્રુપ ના અભિવ્યક્તિ નામ ના ઈ મેગેઝીન માં એમની સૌ પ્રથમ ગઝલ ''દર્દ'' પ્રકાશિત થઇ હતી. વિશેષ લાયકાત : દરેક પ્રસંગ, વ્યક્તિત્વ ને અનુરૂપ લખવું એમની એક રચના ઓ દિલ ને દર્દ દેનારા , સંગીત માં લયબદ્ધ થઇ ને રજુ થઇ છે જે You tube પાર પ્રાપ્ય છે..

https://youtube.com/channel/UCd_OOxhi17YKUYQPDm3MfVw

  • Popular
  • Latest
  • Video
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

White एक जंग खुद के साथ भी, बड़ी लंबी चली थी
तब सवाल जमीं का नही खुद के जमीर का था

दोनो तरफ हुई तबाही, दोनो तरफ़ हुआ डुबना
एक में कातिल दरिया, एक में दोष आंखो का था

©Vijay Gohel Saahil
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

White *દોસ્ત* તારા નગર માં આવવું જો સહેલું નથી હવે
યાદો જૂની અને ખાલીપો નવો ઘેરી વળે છે હવે

ઉભો રહ્યો બાંકડે ફરી આવી ને પહેલાં  જેમજ
તારો અણસાર કે તું પણ અંહી ક્યાં મળે છે હવે ?

©Vijay Gohel Saahil
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

White એ દીવસે પણ રાંધણ છઠ્ઠ પછી ની શીતળા સાતમે ફૂટપાથ નજીક એક કાર આવી, ડ્રાઈવરે જમવાનુ ભરેલી થેલી એક બહેન અને બાળક ને આપી અને કાર નિકળી ગઈ.

થેલી માં ગઈકાલ ની બનાવેલી વાનગીઓ હતી, બાળકે કુતુહલતા થી માં ને પૂછ્યું માં આજે આટલું સરસ જમવાનું કેમ, માં એ કહ્યું શીતળા સાતમ હોય એટલે લોકો સારી વાનગીઓ આજે બનાવીને આવતી કાલે જમે.

બાળકે એક પૂરી મોઢા માં નાખી, અને બોલ્યો આપણે તો રોજ વાસી અને ગઈકાલ નું જ જમીએ છીએ, આપણે તો રોજ શીતળા સાતમ હોય હેં ને માં ??

માં એ એને છાતી સરસો ચાંપી દીધો.

©Vijay Gohel Saahil #GoodMorning
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

उठो चलो रणभूमि में, अब खुद ही खुद को बचाना होगा 
कर देना सीधा सर कलम, बस अब ये ही तो बताना होगा


લાશો, ચીસો, ચર્ચાઓ, મીણબત્તીઓ
નથી જોવી
નથી સાંભળવી 
 નથી કરવી 
  નથી પ્રગટાવવી 
કોણ હતું એ શોધી ને સીધી એ માથે ગોળી ધરવી છે હવે

©Vijay Gohel Saahil #Woman
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

White जिंदगी तू ही बता, कैसा रहा तेरा सफर,
मंजिलों की तलाश में, कितना था दर्द का असर.

दर्द में तू भी यहां, बहुत सहम जाती पिया,
दर्द जताने वाले आंसू, सूक गए होते अगर.

जख्म कितने मिलेंगे, किसी यहां हे कुछ पता,
हमसफर के साथ थोड़े आसान हो जाते मगर.

जुस्तजू उनमें डूबने की, दफन हो गई थी तब,
जब से झुक गई हे वो हया भरी तेरी नजर.

©Vijay Gohel Saahil #GoodMorning
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

छत पे छेद हे, उसका भी एक सबब यह हे 
उजाला पंहोचता रहेगा गरीब के घर अब

©Vijay Gohel Saahil
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

कॉन्फिडेंस तो पूरा होना चाहिए, 
अधूरे तो सपने हे ना !

सपने तो बड़े होने चाहिए, 
छोटे तो विचार हे ना !

विचार तो पॉजिटिव होने चाहिए, 
नेगेटिव तो इंसान हे ना !

इंसान तो सरल होना चाहिए, 
उलझन भरी तो ज़िंदगी हे ना !

दोस्त हमेशा साथ होने चाहिए, 
बिछड़े हुए तो रिश्ते हे ना !

खुशी से जीना रोज चाहिए, 
जाने का तो एक दिन हे ना !

©Vijay Gohel Saahil
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

ખબર જેવી થઈ કે પતંગિયા એ ફૂલોને મળવાનું સરનામું, મન માં રાખ્યું છે
ત્યાર થી બધાં અત્તર નાં શોખીનો એ પતંગિયાનું બહુ ધ્યાન રાખ્યું છે

નીચોવાઈ ગયા એકેક ફૂલો બાગ ના જ્યાર થી મોંઘી શીશી ઓ માં
પછી બાગે મૌસમ ને કાન માં કહ્યું, જા કાચ ની શીશી માં આખું ચમન રાખ્યું છે.

©Vijay Gohel Saahil #Butterfly
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

White અહમ ને તારા માં થી હે મન, પહેલા થોડો નીકાળી તો જો
સબંધો કાચ ની જેમ તૂટી થોડા જાય? તુ એને સંભાળી તો જો

રણ ભૂમિ માં ભલે છીએ ઊભા , કલમ જ તો છે તીર અને કમાન 
હાર અને જીત તો પછી ની વાત, પહેલા તુ! સિક્કો ઉછાળી તો જો

©Vijay Gohel Saahil #flowers
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

White એક
પછી એક
 વાદળો ઘેરાય
 શીતળ પવન વાય
 હોઠ દાંત વચ્ચે દબાવીને એ
  આંખો મીંચી આકાશ સામે મીટ માંડે
     છતાં વરસાદ છેલ્લે ન જ આવે એવું પણ થાય
              
એક
 પછી એક
  વાદળો છુટા પડે 
   પવન સ્હેજે ન હોય
  આંખો માં ઊંડો નિસાસો નાખી
    એ ધરતી તરફ લાચાર થઈ જોઈ રહે
    અને અનરાધાર આકાશ વરસે એવું પણ થાય

©Vijay Gohel Saahil #sad_shayari
loader
Home
Explore
Events
Notification
Profile