Nojoto: Largest Storytelling Platform

New poem on life in gujarati Quotes, Status, Photo, Video

Find the Latest Status about poem on life in gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, poem on life in gujarati.

    LatestPopularVideo

sam90

#gujarati poempoem

read more
Dil ma hatu ae badhu kahi gayo,
nazro zuki aemni ,mane jawab mli gayo,
vaat hati raday aetlej,
 sabdo ni jagyare aakho thi jawab mali gayo. #gujarati poem#poem

Man Adhyaru

SAFAR__2K20

Chintan Shastri

my new gujarati poem #shabdbindu #poem #gujarati

read more
ઘેલછા હતી નામ ની બદનામ થઈ ગયા,
કામના પોતીકા સાથની, અપવાદ થઈ ગયા.
ખોલ્યું હૈયું નિઃસ્વાર્થ ને મેલા ઘાણ થઈ ગયા.
મતલબ ના વેપારમાં,
 નાહકના બેકોડી ના કાટમાળ થયી ગયા.

ઘેલછા હતી નામ ની બદનામ થઈ ગયા,
-પથિક

©Chintan Shastri my new gujarati poem 

#shabdbindu #poem #gujarati

Chintan Shastri

gujarati poem

read more
બળિયું હૈયું ને ધુમાડો થઈ ગયું.
ચિંતા માં તારી ચિતા ને હવાલે થઈ ગયું
તે જોયું નઈ ને મો ચઢાવ્યું.
તારા સગડ ના જાણી ઘણું દુભાયુ
ને આંસુએ ભીંજાઈ ને શાંત અશાંત થઈ ગયું.

- પથિક

©Chintan Shastri gujarati poem

Pritesh Vadgama

Prerana Dave

Zarna dayma

Life gujarati Poetry feelings poem Love

read more
આંખોમાં ભીનાશનો આભાસ થાય છે,
કદાચ તારા હોવાનો અહેસાસ થાય છે.

દુઃખમાં પણ ખુશીનો આભાસ થાય છે,
કદાચ તારા હોવાનો અહેસાસ થાય છે.

અંધકારમાં પ્રકાશનો આભાસ થાય છે,
કદાચ તારા હોવાનો અહેસાસ થાય છે.

ભીડમાં કોઈ સાથનો આભાસ થાય છે,
કદાચ તારા હોવાનો અહેસાસ થાય છે.

વિરહમાં  મિલનનો  આભાસ  થાય છે,
કદાચ તારા હોવાનો અહેસાસ થાય છે.

હારીને પણ જીતનો  આભાસ થાય છે,
કદાચ તારા હોવાનો અહેસાસ થાય છે.

- ઝરણા દાયમા✍️ #Nojoto #Life #gujarati #Poetry #feelings #poem #Love

Zarna dayma

એક સ્ત્રી ને.........., એક મૂંઝવણ,
એક જવાબદારી, ને એક સમજણ!

બચતી ફરશે એ ક્યાં સુધી બધાંથી,
જાતે જ કરવું પડશે આત્મ રક્ષણ!

સહુને લાગતું હશે સરળ છે જીવન,
હવે કોને કહેવું? કેટલી છે અડચણ!

આમ તો ખુશ રહેતી એ સૌની વચ્ચે, 
ભીતરથી યાચતી લાગણીનું સગપણ!

જુવાનીમાં  છો ને લાંબી  કતારો લાગે,
પ્રેમ તો એ જ, જે જોવે સાથે ઘડપણ!

©Zarna dayma #Nojoto #Life #story #Poetry #gujarati #poem #standAlone

Zarna dayma

તને એ જિંદગી, હું ખત લખવા માંગું છું,
તું ચાહે તો ફરી એમાં રંગ ભરવા માંગું છું. 

તું કહેતી હતીને 'બહુ ઉતાવળના કર તું',
હું મોટી  થવાની એ હઠ મૂકવા માંગુ છું.

ભટકીને આવી પહોંચી છું હું એવા મુકામે,
અહીં આવીને  હવે પાછી વળવા માંગુ છું.

તું  કહેને  મને, 'હું  શું  કરી  શકું  હવે?'
એ બચપણ હું ફરીથી માણવા માંગુ છું.

પહેલા  તો  હું  થાકી-હારી  તારાથી,
હવે ફરી ઊઠીને તને જીતવા માંગુ છું.

અંતતો ખબર નહીં ક્યારે લખાયો હશે,
હું  ફરીથી  હવે  તને  જીવવા  માંગુ  છું.

- ઝરણા દાયમા✍️ #Nojoto #Life #story #Poetry #gujarati #poem #Janamashtmi2020
loader
Home
Explore
Events
Notification
Profile