Find the Latest Status about prahlad parekh gujarati poet from top creators only on Nojoto App. Also find trending photos & videos about, prahlad parekh gujarati poet.
Umangi Jatkar Pandya
બરફ નો ગોળો ખાતા જે સ્વાદ આવે એવી રસમધુર તુ અને તારી વાતો... તુ અને તારી વાતો #nojoto #Gujarati #poem #poet
सहज
એક આંસુની કિંમત કેટલી?, મને પૂછો તો બે જવાબ હશે... એક કંકર...એક સોનું... એક મારું ...તો બીજું એનું... . ©सहज #Love #gujarati #Shayari #Poet #Dil #alone
Zarna dayma
થઈ જાય કોઈ ભૂલ મારા થી, તો મને માફ કરજે. અજાણ્યે થાય કોઈ ચૂક મારાથી, તો મને માફ કરજે. હું કરું જ છું રોજ યાદ તને, ભૂલી જાઉં જો એક ક્ષણ માટે પણ, તો મને માફ કરજે. અકારણ થઈ જઉં તારા પર ગુસ્સે, તો મને માફ કરજે. મારી કોઈ વાતથી તારું મન દુભાય, તો મને માફ કરજે. ક્યારેક સમજવામાં થઈ જાય મને ભૂલ, તો મને માફ કરજે. ગેરસમજથી થઈ જાય જો સંબંધો પૂરાં, તો મને માફ કરજે. અજ્ઞાનતા માં લઇ લઉં જો ખોટો નિર્ણય, તો મને માફ કરજે. અનહદ પ્રેમ કરું છું હું તને પણ, છોડીને ચાલી જઉં જો દુનિયામાંથી, તો મને માફ કરજે. - ઝરણા દાયમા✍️ #waiting #Nojoto #story #gujarati #Poet #poem
waiting story gujarati Poet poem
read moreZarna dayma
હસતાં શીખવાડી દે, રડતાં શીખવાડી દે, તારા વગર મને જીવતા શીખવાડી દે..! ક્યારેય કંઈ જ નહિ કહું હું તને બસ, તારા વગર મને વ્યસ્ત રહેતા શીખવાડી દે..! ખુશ નહિ રહી શકું તારા વગર ક્યારેય પણ, તું મને તારા વગર મસ્ત રહેતા શીખવાડી દે..! તારી યાદો ની જે ઇમારતો દિલ માં બની છે, ચાલને એને હવે ધ્વસ્ત કરતા શીખવાડી દે..! પ્રેમ તારો હંમેશા સર્વોપરી રહ્યો છે મારા માટે, હવે તું એને આમ સમયમાં તોલતા શીખવાડી દે..! કોઈ વાત છુપાવી નથી તારાથી આજ સુધી, તું મને હવે સરળતાથી જૂઠ બોલતા શીખવાડી દે..! તને પ્રેમ કર્યો છે એટલો તો મેં ખુદને પણ કર્યો નથી, ચાલ તું હવે મને પ્રેમ ના કરતા પણ શીખવાડી દે..! સવાર સાંજ બપોર રાત બધા માં તું જ તું છે, ને 'હું ક્યાંય હતો જ નહિ.!' એમ હવે મને માનતા શીખવાડી દે..! 'જાન છે તું મારી', હવે એવું ના કહું હું તને.?, કંઈ વાંધો નહિ હવે તું મને હદમાં રહેતાં શીખવાડી દે..! કોઈ વસ્તુ નથી તું કે તને બાજુ પર મૂકી દઉં, ચાલ તું મને શરીરથી પ્રાણને અલગ કરતા શીખવાડી દે..! -ઝરણા દાયમા ✍️ #Moon #Nojoto #Poet #Poetry #gujarati #kavita
Dhruv Solanki
આજ મળ્યા ને ત્રણ વરસ થયાં હવે, ચોથું સાલ મુબારક ! મારી મંઝિલે હું પહોંચી ગયો છતાંય, એ રાહ મુબારક ! બધા માં ભળી ને પોતાને પામ્યો હોઉં, એટલા તાસ મુબારક ! જેટલાં બાકી વધ્યા હોય એટલા, મને વ્હાલ મુબારક ! અડોઅડ રહી પણ સ્પર્શી ના શક્યા, એ બધા રાઝ મુબારક ! ભીંજાયા પછી પણ કોરા રહ્યા હોય, તો ભાગ મુબારક ! દા'ડે આવી હોય ને હાંજેય આવી હોય, તો એ યાદ મુબારક ! આંસુ વહી ને તકિયા'ય પલળ્યા હોય, બધી રાત મુબારક ! દિવસો તો સારા જ જાય છે રોજ, મન ને રોજમોજ મુબારક ! કામ સુખ સહુ માણી લીધા બસ, હવેથી મોક્ષ મુબારક ! ધ્રુવ ! કવિતા તો લખાતી રેશે, તને તારો જ સાર મુબારક ! ધ્યેય ભુલાઈ નય કદી, બસ એટલી જ વાત મુબારક ! ©Dhruv Solanki #snowpark #Gujarati #prem #kavita #poet #Poetry