Nojoto: Largest Storytelling Platform

Best gujaratimessage Shayari, Status, Quotes, Stories

Find the Best gujaratimessage Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, heart touching love shayari in gujarati, bewafa shayari in love gujarati, love couple shayari in gujarati, gujarati shayari in gujarati language love sms,

  • 2 Followers
  • 17 Stories

sam90

"આ દુનિયા ની અજીબ તકલીફ છે 
જે વધૂ સમજે છે, 
તેજ વધૂ દુઃખી છે."

©sam90 #gujarati #gujaratipoem #gujaratishayari  #gujaratiquotes #Gujaratithought #gujaratimessage #GujaratiSuvichar 
#findyourself

Noopur Chhaya

લોકો કહે છે મારી કલમમાં તું સમાયો છે..
પણ એમને ક્યાં ખબર કે મારી કલમની સાહી જ તું છે...
જેમ સાહી વગર કલમ ના ચાલે,
તેમ તારા વિના હું પણ ના ચાલી શકું.
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૦૩/૦૨/૨૦૨૦)
*મારી યાદો ની બારી* #gujju #nojoto #feelings #writing #gujaratimessage

Noopur Chhaya

આજ ઘણા વર્ષો પછી અચાનક હરખનાં આંસુ આવી પડ્યાં,
લાગે છે ચોક્કસ તારા આગમનનો સમય થયો....
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૦૧/૦૨/૨૦૨૦)
*મારી યાદો ની બારી* #gujju #gujju_love #gujarati #gujaratimessage #feelings

Noopur Chhaya

મેં તો એક લીટી જ લખી હતી....
ત્યાં તો આખે આખી દુનિયા વર્તાય ગઇ..
સમજવા વાળા "સમજી" ગયા..
પોતાના ઓ "રીસાઈ" ગયા...
ને અજાણ્યાઓ એ "વાહ વાહ" કરી જાણી.
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૦૧/૦૨/૨૦૨૦)
*મારી યાદો ની બારી* #nojoto #writing #gujarati #gujaratimessage

Noopur Chhaya

લોકો કહે છે તારા પ્રેમ વિશે એક લીટીમાં કંઈક કહે....
મારે એક લીટીમાં એટલું જ કહેવું કે, "હવામાંથી તારા અસ્તિત્વની સુગંધ આવે ને ખબર પડે કે તું પાસે છે એ‌ જ પ્રેમ."
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૧૯/૦૧/૨૦૨૦)
*મારી યાદો ની બારી* #gujarati #love #feelings #gujaratimessage

Noopur Chhaya

બધા નાં સપનાંઓ પૂરાં કરતાં,
જ્યારે મારા સપનાં બધા ના સપનાંઓ ની નીચે દબાઈ ગયા નો અહેસાસ થયો,
ત્યારે ફક્ત યાદ આવ્યાં એ ચહેરા ઓ જે મારા લીધે આજ ખુશ છે.
-નૂપુર છાયા ઓઝા
(Date : 07/12/2019)
*મારી યાદો ની બારી* #gujarati #gujaratimessage #dreams #smile

Noopur Chhaya

ટીવી સિરિયલના રોમાન્સ કરતા,
મને તો ફક્ત તારો એક હાથ પકડી અને તારૂં મારા આંખમાં જોવું પણ,
સીરીયલ કે મુવીના રોમાન્સ કરતા વધારે સારું લાગે છે.
કારણ કે હાથ પકડી સાથે બેસવા માં,
આપણા બંનેનો કેટલોય થાક ઊતરી જાય છે.
-નૂપુર છાયા ઓઝા
(Date : 05/12/2019)
*મારી યાદો ની બારી* #nojoto #love #romance #gujarati #gujaratimessage

Noopur Chhaya

#RIPPriyankaReddy હવે તો રાતના નીકળતા પણ ડર લાગે છે, કે કોઈ રસ્તા ઉપર કોઈ રાક્ષસ ફરી બેઠું ના હોય.
બહાર નીકળતા પહેલા મમ્મી-પપ્પાને, કદાચ આ છેલ્લી વાર મળતા હશું એવો પણ ડર લાગે છે.
ખુશી ખુશી જ્યાં મત આપવા જતા, એ હર એક વ્યક્તિ ઉપર ગુસ્સો આવે છે આજે.
શું અમારું પણ કોઈ કેરિયર નથી?
શું અમારે આમ જ ડરથી ઘરમાં જ બેસવાનું છે?
શું તમારા વિચારોથી અમારે હંમેશા પાંજરામાં પુરાઈ રહેવાનું છે?
આજે જો ચૂંટણી માટે કોઈ ખુરશીનો ફેસલો કરવાનો હોત, તો કેમ તરત જ થઈ જાત?
દુઃખ એટલું જ છે કે અમે મોટા થયા ત્યાં સુધી, અમે પુરુષ સામે ઝૂક્યા એનો મતલબ એવો તો નથી ને કે મન ફાવે ત્યારે તમે અમારી ઈજજત ઉપર હાથ મુકો. આપણી બહેન દીકરીઓને ન્યાય આપવા માટે આગળ આવો. એ વાતનો સંકલ્પ કરો કે જ્યાં સુધી ફેસલો ને આવે એ ગુનેગારોને સજા આપવાનો. ત્યાં સુધી કોઈ તહેવાર કે ન્યુ યર ની તૈયારીઓમાં અમે તમને સાથ કે સહકાર નહીં આપીએ. આશા એટલી જ છે કે જલ્દી થી જલ્દી અમારી બહેનો દીકરીઓના ન્યાય માટે તમે નિર્ણય આપશો.
-નૂપુર છાયા ઓઝા (Date : 04/12/2019)
*મારી યાદો ની બારી* #sad #nojoto #gujaratimessage #pain #rapevictim

Noopur Chhaya

nojoto #maa #gujaratimessage

read more
મમ્મી વૃદ્ધ થશે,
મમ્મીનો હાથ વૃદ્ધ થશે,
આપણે પણ વૃદ્ધ થઈશું,
"સમય પણ વૃદ્ધ થશે",
"પણ મમ્મીનો એ પ્રેમ અને વ્હાલ ક્યારેય વૃદ્ધ થતા નથી."
-નૂપુર છાયા ઓઝા
(Date : 25/11/2019)
*મારી યાદો ની બારી* #nojoto #maa #gujaratimessage

Noopur Chhaya

Love and Care આજ વર્ષો પછી એ પપ્પા ના હાથ નો સ્પર્શ થયો,
"ફર્ક એટલો જ હતો કે એ વૃદ્ધ હાથ પોતાના સંતાન માટે તરસતો હતો,
અને મારો એ પપ્પા ના પ્રેમ ના સ્પર્શ માટે તરસી ગયો હતો."
એ વૃદ્ધ દાદા ના આંખ ના એ ખુશી ના આંસુ મને આજ ખૂબ શાંતિ ની નીંદર આપશે.
-નૂપુર છાયા ઓઝા
(Date : 25/11/2019)
*મારી યાદો ની બારી* #nojoto #gujaratimessage #care #fatherlove #gujarati
loader
Home
Explore
Events
Notification
Profile