Nojoto: Largest Storytelling Platform
falgunigoswami8138
  • 5Stories
  • 48Followers
  • 37Love
    342Views

Falguni Goswami

સમયનું તો કામ છે પસાર થવું, ખરાબ હોય તો રાહ જુઓ અને સારો હોય તો જલસા કરો સાહેબ !!🤗 always be happy 😊

  • Popular
  • Latest
  • Video
01145ceecfed96ca6cf1d3c265ef6303

Falguni Goswami

નામ નથી કોઇ મારુ એટલે તો બેચારી છું, હા હું એક નારી છું......

મોઢા પર ખોટું હાસ્ય અને દીલમાં વેદના, 
એટલે તો સમાજના માણસો થી હારી છું....

પારકાથી તો શું આશા? ક્યારેક પોતાનાથી જ હારી જાઉ છું, 
છતાંય સબંધો ને સાચવી રાખવા ચૂપ થઇ જાઉ છું....

પોતાના માટે કઈક કરવા ઘરેથી તો નિકળી જાઉ છું, 
પણ સમાજ ની ખોટી વાતો સાંભળી પાછી વળી જાઉ છું.....

એક નારી ને મર્યાદા મા રેવાય, તેનાથી બહાર ના જવાય,
 આવા વિચારો થી ઘરની ચાર દીવાલોમાં મુંઝાઈ જાઉ છું...

રાખી ને બધાની જરુરીયાતો નુ ધ્યાન પોતાનું જ અસતિત્વ ભુલતી જાઉ છું.........
 છતાંય બધીજ જવાબદારીઓ પોતાના પાલવે બાંધતી જાઉ છું.....

બીજાના માટે જીવું છું એટલે જ તો ક્યારેય ગાંડા મા ગણાઉં છું, 
છતાંય હસતા હસતા રુણ ચુકવતી જાઉ છું, 
" કેમકે આખરે તો હું એક નારી છું......."

©Falguni Goswami
  #relaxation હુ એક નારી છું.....

#relaxation હુ એક નારી છું..... #શાયરી

01145ceecfed96ca6cf1d3c265ef6303

Falguni Goswami

White તુ ના દેખાય તો મારી smile ખોવાઇ જાય છે.. 
તુ ગુસ્સે થાય તો આંખોમાં આંસુ આવી જાય છે... 
તુ વાત ના કરે તો દીવસ ખરાબ જાય છે...
. તુ વાત વાત પર કહે છે, હું જાઉ છું... 
પણ તારા મજાક મા બોલેલા શબ્દો, 
જાણે અંદર થી રડાવી જાય છે.... 
શુ કરે છે? કઈ થયું તો નથી ને, આવુ થોડી થોડી વારે પુછવુ 
એ મને દીલથી એક અલગ જ ખુશી આપી જાય છે... 
હું રિસાઈ જવુ ત્યારે તારુ પ્રેમ થી મનાવવું,
 તારી જોડે કરેલો મીઠા ઝગડાથી થી 
મારા દિલને પણ મીઠો ખોરાક મલી જાય છે...
 શું કરીશ હું તારા વગર? આ વિચાર આવે 
તોય મારો જીવ મુંઝવણમાં મુકાઈ જાય છે.... 
નહિ રહી શકાય તારા વગર હવે,,,, હવે તારી આદત વધતી જાય છે...

Falu goswami......

©Falguni Goswami
  #Couple તારી આદત

#Couple તારી આદત #શાયરી

01145ceecfed96ca6cf1d3c265ef6303

Falguni Goswami

White નાની એવી જીંદગી માં તમારો સાથ મને ગમે છે.. 
વાત વાત મા ગુસ્સો આવી જાય છે તમને પણ
 એ ગુસ્સા પાછળ છૂપાયેલો પ્રેમ મને ગમે છે....... 
નથી લાગતું કોઈ વાતનું ખોટું પણ તોય તમારી જોડે રિસાઉ મને ગમે છે....



કલાકો સુધી વાત કરવી અને નાની નાની વાતની જીદ કરવી
 હા તમારી જોડે મીઠો ઝગડો કરવો મને ગમે છે....
 નજીક નથી તમે મારાથી પણ મારા દીલમાં તમે છો એ વાત મને ગમે છે……… 

કોઈ ને મનાવતા નથી આવડતું પણ તોય તમને પ્રેમ થી મનાવવા મને ગમે છે.....
મારા પર હક છે તમારો એ હક તમે જતાવો છો એ વાત મને ગમે છે ....

લાઈફ ની બધી વાતો એક ફ્રેન્ડ થઈને શેર કરો છો એ મને ગમે છે...... 
હા છો તમે મારા માટે મારુ સર્વસ્વ તમારા
ચહેરા પર ની સ્માઈલ મને ગમે છે......

Falu goswami....

©Falguni Goswami
  #Hope મને ગમે છે.....

#Hope મને ગમે છે..... #શાયરી

01145ceecfed96ca6cf1d3c265ef6303

Falguni Goswami

White બસ આટલું કાફિ છે.... 
હોય હું નારાજ ત્યારે એ નારાજગી દુર કરવા તમારી એક સ્માઈલ કાફિ છે..... 
કઈજ નતુ અત્યાર સુધી મારા જીવનમાં પણ 
હવે તમારો સાથ કાફિ છે...... 
છોડી દીધું તુ મારૂ જીવન મે નશીબ પર પણ 
એ નશીબ મા તમે છો એ કાફિ છે.... 
નથી જોઈતી દુનિયા ની દોલત મને તો બસ 
તમારો સાથ કાફિ છે...... 
નાદાન અને મસ્તી ખોર છું હું થોડી પણ 
મારા થી તમે દુઃખી ના થાઓ એ કાફિ છે.....
 વધારે તો કઈજ નથી જોઈતું મારે જીવનમાં બસ મને છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ કાફિ છે....

Falu goswami.....

©Falguni Goswami
  #Romantic ,કાફી છે....

#Romantic ,કાફી છે.... #શાયરી

01145ceecfed96ca6cf1d3c265ef6303

Falguni Goswami

White જોઉં છું જેની રાહ ખબર નથી હવે એ સમય ક્યારે આવશે?

જોયા છે ઘણા સપનાઓ ખબર નથી એ પુરા ક્યારે થશે?

આપણું નાની નાની વાતમાં ઝગડવુ અને એક બીજાથી રિસાઈ જવુ,
ખબર નથી હવે બંન્ને માથી બાળપણ ક્યારે જશે?

આપણા આ સાથે ચાલવાના સફરમાં આપણી

સાથે કોઈ ત્રીજુ ક્યારે આવશે?

હશે એ આપણી દુનિયા અને ભરી દેશે આપણું જીવન

ખુશીઓથી 

ખબર નથી તારી પરછાઈ ક્યારે આવશે?

ફેલાવી દેશે પોતાના હસવા રમવાની કીલકારી ચાલ સાથે મળીને જોઇએ 
આ ખુશીના દિવસની રાહ
 કેમકે ખબર નથી એ સમય ક્યારે આવશે?

Falu goswami.......

©Falguni Goswami
  #સમય ક્યારે આવશે.....

#સમય ક્યારે આવશે..... #શાયરી


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile