Nojoto: Largest Storytelling Platform
vasim2018242997271
  • 59Stories
  • 10Followers
  • 533Love
    237Views

Vasim Gaha

પ્રિય કવિ : અનિલ ચાવડા

  • Popular
  • Latest
  • Video
bf06503d300094ed65b302ceb5257ca2

Vasim Gaha

જીવન એક પતંગ છે,
  એમાં દોસ્ત મજાની દોરી.

કપાવાનો અહીં ડર કેવો! 
આ તો વિશ્વાસે ઉડતી જોડી. 

~ ગાહા વસીમ આઈ.

©Vasim Gaha #makarsankranti
bf06503d300094ed65b302ceb5257ca2

Vasim Gaha

તારા મીઠા વહેણ અમુકને જ સાચા લાગશે,
બાકી તો કડવી બોલીના જ બાણ વાગશે!

તારી ખૂબીઓ તો નહીં દેખાય કોઈને અહીં,
તારી ભૂલો પર સૌ કોઈ તને તાકશે!

~ ગાહા અમીના આઈ.

©Vasim Gaha #Light
#Life 
#motivatation 
#Right
bf06503d300094ed65b302ceb5257ca2

Vasim Gaha

અહીંઅહીં તો રીત જ જુદી છે જીવવાની..

માણસની પીઠ પાછળ બુરાઈ કરવાની,
 ને સામે મીઠું મીઠું બોલવાની,
અહીં તો રીત જ જુદી છે જીવવાની...

હકીકતમાં તો નફરત ભરી લાગણી,
 ને દુનિયાને દેખાડવા આંખોમાં નમી,
અહીં તો રીત જ જુદી છે જીવવાની....

 સ્વાર્થથી ચાલે છે એમના મન ની સવારી,
  ને ઈર્ષા થકી તો જાય પોતે પણ બળી,
અહીં તો રીત જ જુદી છે જીવવાની...

કોઈકની ખુશીમાં દુઃખી થવાની,
 ને દુઃખમાં મોજ માણવાની,
અહીં તો રીત જ જુદી છે જીવવાની...

પોતાની દરેક ભૂલો છુપાવવાની,
 ને અન્યની એક એક યાદ રાખવાની,
અહીં તો રીત જ જુદી છે જીવવાની...

~  ગાહા અમીના આઈ

©Vasim Gaha #adventure
#life
bf06503d300094ed65b302ceb5257ca2

Vasim Gaha

रास्ता मुश्किल कभी, 
उन्होंने लगने दिया ही नहीं।

अनजाने इस शहर मे हूं,
मगर अपनो की कमी नहीं।

~ गाहा वसीम आइ।

©Vasim Gaha #nightsky
#apne
#फैमिली
bf06503d300094ed65b302ceb5257ca2

Vasim Gaha

રોજ  સભામાં એનો એ જ સવાલ હતો,
બદલવા  જેવું છે કંઈ?  ને બવાલ થતો.


~ ગાહા વસીમ આઈ.

©Vasim Gaha #સવાર #mornigthought
bf06503d300094ed65b302ceb5257ca2

Vasim Gaha

કાયમ થતી તીખી - મીઠી તકરાર હો અમારી,
છતાં બહેન મારી મને હસતો જોવા માંગે છે.

 માંગ્યું  નથી કશુંય પણ,  કદી  એણે મારી આગળ,
જો કવ માંગવાનું,તો મારા બધા દુઃખો એ માંગે છે.

~ ગાહા વસીમ આઈ.

©Vasim Gaha #sister_day
bf06503d300094ed65b302ceb5257ca2

Vasim Gaha

ઉગશે સ્વપ્ન તારા પણ...


પ્રથમ ધીરજ જેવું કંઇક અંદર મુક, ને પછી રાહ જો,
જેમ આ વર્ષ બદલ્યું, એમ બદલશે દિવસો તારા પણ.

અજાણ્યા હૃદયમાં ખુશીના બીજ રોપી, થોડાં પાકવા દે,
જેમ આ સૂરજ ઊગ્યો, એમ ઉગશે સ્વપ્ન તારા પણ.

ઈર્ષાની આગ બુઝાવી, થોડાં રાખ મીઠાં વેણ પાસે,
ના ગમવા જેવું ભૂલી જો,હંમેશને હશે એ તારા પણ.

કાયમ એ જ બહાનું એને આપી, તું બચાવ  કરે છે,
પડદો એ એક દિ  ખોલશે, તો હોશ ઉડશે તારા પણ.

પછાડવાનો વિચાર કે આગળ જવાની હોડ ન હો કશુંય,
રાખ બસ રાહ સાચી, મંઝિલ પર કદમો હશે તારા પણ.

~ ગાહા વસીમ આઈ.

©Vasim Gaha #zindagikerang
bf06503d300094ed65b302ceb5257ca2

Vasim Gaha

પછાડવાનો વિચાર કે આગળ જવાની હોડ ન હો કશુંય,
રાખ બસ રાહ સાચી, મંઝિલ પર કદમો હશે તારા પણ.

©Vasim Gaha #walkingalone
bf06503d300094ed65b302ceb5257ca2

Vasim Gaha

કાયમ એ જ બહાનું એને આપી, તું બચાવ  કરે છે,
પડદો એ એક દિ  ખોલશે, તો હોશ ઉડશે તારા પણ.

©Vasim Gaha #standout
bf06503d300094ed65b302ceb5257ca2

Vasim Gaha

ઈર્ષાની આગ બુઝાવી, થોડાં રાખ મીઠાં વેણ પાસે,
ના ગમવા જેવું ભૂલી જો,હંમેશને હશે એ તારા પણ.

©Vasim Gaha #WelcomLife 
#new
loader
Home
Explore
Events
Notification
Profile