Nojoto: Largest Storytelling Platform

Best changeinbehaviuor Shayari, Status, Quotes, Stories

Find the Best changeinbehaviuor Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about love me or hate me but you will never change me, coping with change quotes, quotes on life can change in a second, to change your life you need to change your priorities, names start with cha in telugu,

  • 1 Followers
  • 1 Stories

Nirav Rajani "શાદ"

શીર્ષક :-વર્તનમાં બદલાવ

હરિવન ... નામ પ્રમાણે હરિયાળું અને સદાય પશુપંખીઓના કિલ્લોલથી ગુંજતું નગર તથા સૌંદર્યનું સામ્રાજ્ય કેટલાયે સમયથી શાંત હતું.કોરોનાના લીધે મહારાજા સિંહએ આપતકાલીન બેઠક બોલાવી લોકડઉનનો આદેશ આપ્યો હતો. હવે સધળા લોકોને બહાર વિહરવા પ્રતિબંધ હતો.
બધાં જ ઘરમાં પુરાઈને બેસી રહ્યા હતા. લોકડાઉનને હજુ અઠવાડિયું પણ નહીં થયું હોય ત્યાં જ સસલાના બચ્ચાંઓ સસુ1 અને સસુ 2 ઘરમાં મંડી પડ્યા તોડ-ફોડ કરવા.ફ્લાવર પોટ તોડશે ને ટી.વી.નું રિમોટ પછાડશે ને એ ય ધમાલ કર્યો કરશે આખો દિવસ,પણ અસંસ્કારી વર્તન તમને ક્યાંય જોવા નહીં મળે. ભલે પછી મોટો ભાઈ વઢયો હોય કે નાના ભાઈએ મસ્તી કરી હોય ધમાલ સિવાય એ બે બચ્ચાઓ રામાયણ વાંચતા મા-બાપ પાસે બેસતા અને સારી વાતો શીખતાં.
બીજી બાજુ શિયાળના બચ્ચા આખો દિ મોબાઈલ હામુ પડ્યા રે. મિર્ઝાપુર વેસિરિઝ જોશે ને પબજી રમશે ને એ. ય ને બપોરે બાર વાગે મેચ હારે એટલે ગુસ્સો મા પર ઉતારશે. મોટો પંજી કે'શે"એલી એય મા, ખાવાનું બનાવ્યું કે નહીં, અહીં ભુખ લાગે છે તને હું ખબર પડે કેટલા મથીયે છીએ હવારના, જલ્દી કર." ને નાનો ટુજી તો રસોડા માં જ પહોંચી જશે ને રોટલી કરતી મમ્મીને હેરાન કરવા લાગશે અને પાછી રોટલી બળી જાય તો ય નો હાલે ટુજી તોય પાછો માને જ વળકા ભરશે. ગુમાન શિયાળના ઘર જેવી જ હાલત કેશુ કાગડા, શામુ ગીધ,રામી કોયલ અને શ્યામી મેનાના ઘરની હતી. એક દિવસ કેશુ કાગડો, શામુ ગીધ,રામી કોયલ અને શ્યામી મેના એ ઝૂમ પર મિટિંગ કરી અને નક્કી કર્યું કે આપણા છોકરાઓને સસ્સા રાણાને ત્યાં ટ્યુશનમાં મૂકી દઈએ સસ્સા રાણા આમને બધું જ શીખવડી દેશે.મિટિંગના અંતે નક્કી થયું કે છોકરાઓને સસ્સા રાણાને ત્યાં જ મૂકવામાં આવે અને
બધા લીવ થઈ જાય છે. બે દિવસ પછી સસ્સા રાણા બધાં બાળકોને લઈ જંગલની એવી જગ્યા એ ચાલ્યા ગયા જે કોઈ મા-બાપને ખબર ન્હોતી. તેઓ ટ્યુશન આપવાનું શરૂ કરે છે. "તો બાળકો આજે આપણે શીખીશું આ મહામારીના સમયમાં ......ત્યાં જ દોઢ ડાહ્યો પંજી બોલ્યો "ઓ સાહેબ આ બધું શું ટાઈમપાસ કરો છો, પબજી રમવા દયો પબજી."
સસ્સા રાણાએ પંજીને શાંત કર્યો ને બેસાડ્યો"બેસ અહીં ચૂપચાપ પબજી વાળી.અહીં ના તો તારો મોબાઈલ છે કે ના એનું નેટવર્ક,પડ્યો રે બેટા."પંજી ભોંઠો પડ્યો ને સમજવા લાગ્યો.
દસ દિવસ પછી જ્યારે સસ્સા રાણા બધાં બાળકોને લઈને પાછા આવ્યા ત્યારે તેમનું વર્તન જોઈને તેમનાં મા-બાપ અવાક થઈ જાય છે ને સસ્સા રાણાનો ખૂબ આભાર માને છે.

નિરવ રાજાણી "શાદ"

©Nirav Rajani "શાદ" #changeinbehaviuor

#Journey


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile