Nojoto: Largest Storytelling Platform
nojotouser2881521753
  • 23Stories
  • 378Followers
  • 244Love
    42Views

પ્રવીણ ગરવા સજનવા

ગુજરાતી ગઝલકાર

  • Popular
  • Latest
  • Video
7f74bb674c411ccefe3144ecea1766c1

પ્રવીણ ગરવા સજનવા

દ્વારકાનો   નાથ  જોવા  દે  મને.
એ સુદામા દાસ  જોવા  દે  મને.

દ્રશ્ય કયાં?  અદ્રશ્ય થઈને એ  ફરે!
શામળાજી  દ્વાર  જોવા   દે મને.

જડ અને ચેતન મહીં વસવાટ છે?
કંદરો ને   ધાર    જોવા  દે  મને.

પથ્થરે, જળ ખીણ, ખડકે ફરફરે,
કલ્કિ માર્યો  નાગ  જોવા દે  મને.

ઘંટ  ઝાલર   ધૂપ   દીવો,  ફેરવું,
આરતીમાં  ખાસ  જોવા દે મને.

મોરપીંછા ને શિરે   મુગટ ધર્યો,
ગોપીઓના  રાસ  જોવા દે  મને. 
         પ્રવીણ ગરવા   સજનવા

©પ્રવીણ ગરવા સજનવા #Krishna
7f74bb674c411ccefe3144ecea1766c1

પ્રવીણ ગરવા સજનવા

આપદા  આવી  જગતમાં    કેમની  સાખી  શકાય,
 બસ  દવા  શોધો   હવે   કોરોનાને     મારી શકાય.

 મોતને    ભેટી   હવે    તો   લે    જનારા  જાય છે
 આપણાથી   બેઘડીનું  મૌન   બસ   પાળી  શકાય.

 છે  કમી  ઓક્સિજનોની   કેટલી   સઘળે   જુઓ, 
 આ   હવાને   શ્વાસમાં  કેવી  રીતે  વાવી   શકાય?

 માસ્કને    બાંધો  અને  છેટા  રહો   સૌ      ભીડથી,
 સાવચેતીથી      સમસ્યા  એકદમ    ટાળી   શકાય.
.
 છે  બિમારી   કેટલી   ઘાતક   ઘણી  સમજાય    છે 
 હૉ સ્વજન ખુદના  છતાંએ  લાશ ના ભાળી શકાય.

                                    પ્રવીણ ગરવા  સજનવા

©પ્રવીણ ગરવા સજનવા #PoetInYou
7f74bb674c411ccefe3144ecea1766c1

પ્રવીણ ગરવા સજનવા

પ્રેમ     સાચો    હું   કરું  છું 
યાદમાં   બસ   વિસ્તરું  છું 

  તું   કહે  ક્યારે   તને    પણ   
હું  કદી  તને    સાંભરું  છું ?

તું  નદી  થઈ  જાય  પળભર 
હું  સમંદર    થઈ   ફરું   છું 

તું   બગીચાની   છે   શોભા,
હું     રસ્તાનું     ઝાંખરુ   છું

આવ  બસ  મળવા  મને  તું,,
આહહ   હું  કેવાં  ભરું   છું!

©પ્રવીણ ગરવા સજનવા #zindagikerang
7f74bb674c411ccefe3144ecea1766c1

પ્રવીણ ગરવા સજનવા

વસો છો કયાં  પ્રણયના આખરી પાઠો  ભણાવીને, 
થયાં  છો  કેમ   ગાયબ  પ્રેમની નજરું  મિલાવીને.

અમરગાથા અમસ્તી ગૂંજશે  ઈતિહાસના પાને ?
બની   મીરાં   ગિરીધરની,   ઝહરને   ગટગટાવીને

વહી     મજધારની   વચ્ચે  અમારી નાવ ડૂબે છે 
અરજ  મારી  ખુદાને  લાવશે ચોકક્સ  તરાવીને.

અમસ્તી તો  ખુશી મળતી ના વેંચાતી જગત અંદર
 નયનથી  આંસુઓ પાડો  જિગર ખુદનું જલાવીને.

નથી  થાતો  કદી  ઈશ્વર   જરા ખુશ  બેઈમાનીમાં
કશું ના  હાથ  તારે  આવશે    મિલ્કત   પચાવીને 
                               પ્રવીણ ગરવા સજનવા

©પ્રવીણ ગરવા સજનવા વસો છો કયાં  પ્રણયના આખરી પાઠો  ભણાવીને, 
થયાં  છો  કેમ   ગાયબ  પ્રેમની નજરું  મિલાવીને.

અમરગાથા અમસ્તી ગૂંજશે  ઈતિહાસના પાને ?
બની  મીરાં  ગિરીધરની,   ઝહરને   ગટગટાવીને

વહી  મજધારની   વચ્ચે  અમારી નાવ ડૂબે છે 
અરજ  મારી  ખુદાને  લાવશે ચોકક્સ  તરાવીને.

વસો છો કયાં પ્રણયના આખરી પાઠો ભણાવીને, થયાં છો કેમ ગાયબ પ્રેમની નજરું મિલાવીને. અમરગાથા અમસ્તી ગૂંજશે ઈતિહાસના પાને ? બની મીરાં ગિરીધરની, ઝહરને ગટગટાવીને વહી મજધારની વચ્ચે અમારી નાવ ડૂબે છે અરજ મારી ખુદાને લાવશે ચોકક્સ તરાવીને. #freebird #શાયરી

7f74bb674c411ccefe3144ecea1766c1

પ્રવીણ ગરવા સજનવા

પ્રેમના દરિયે   પડી   રોગી   થયો  છું 
એ પછી કયાં લોક ઉપયોગી થયો છું ?

હું જ મારી  ધૂનમાં બસ મસ્ત રહ્યો 
લોક તો છો ને  કહે  ઢોંગી થયો છું!

કૈં અનામી જંગલે રખડ્યો છું એવો 
એટલે  હું  સ્વસ્થ  નીરોગી થયો છું. 

ગીરનારી છું  કહો ને અલખનિરંજન 
સાધુઓના  સંગથી  યોગી   થયો છું. 

સત્યની  જે ટ્રેનમાં  બેઠા   તમે છો
એ જ રસ્તાની  હવે બોગી થયો છું

આજ  મારાથી  વિખૂટા થઈ ફરે છે 
એમને   ઘણીવાર  સંયોગી થયો છું 

મેં  કરી  તાતી  તપસ્યા    શબ્દકાંઠે
 હું ગઝલના  ઓટલે જોગી થયો છું.
            પ્રવીણ ગરવા સજનવા

©પ્રવીણ ગરવા સજનવા પ્રેમના દરિયે   પડી   રોગી   થયો  છું 
એ પછી કયાં લોક ઉપયોગી થયો છું ?

હું જ મારી  ધૂનમાં બસ મસ્ત રહ્યો 
લોક તો છો ને  કહે  ઢોંગી થયો છું!

કૈં અનામી જંગલે રખડ્યો છું એવો 
એટલે  હું  સ્વસ્થ  નીરોગી થયો છું.

પ્રેમના દરિયે પડી રોગી થયો છું એ પછી કયાં લોક ઉપયોગી થયો છું ? હું જ મારી ધૂનમાં બસ મસ્ત રહ્યો લોક તો છો ને કહે ઢોંગી થયો છું! કૈં અનામી જંગલે રખડ્યો છું એવો એટલે હું સ્વસ્થ નીરોગી થયો છું. #allalone

7f74bb674c411ccefe3144ecea1766c1

પ્રવીણ ગરવા સજનવા

કરછ ધરતીની છે   તારણહાર  મા આશાપુરા, 
આજ  ગરબા ગાઉં તારા અપાર મા આશાપુરા.

જયોત  તારા દીવડાની ઝગમગે  છે  વિશ્વમાં, 
માતનામઢમાં વસે  પાલનહાર મા  આશાપુરા.

વ્હાલ તારાના ટમટમતા  તારલાઓ આભ પર
રાખજે  તું  મહેર  અપરંપાર   મા આશાપુરા.

છો જાડેજા વંશની  તું  કૂળદેવી  જગદંબા, 
દૂખડાનો કરજે બસ ઉદ્ધાર  મા આશાપુરા. 

દેશદેશાવરથી લોકો   આવતાં  રે   પગપાળા 
તું  ય કરતી સૌના  બેડાપાર  મા   આશાપુરા. 

કંકુ  ચોખા  નાળિયેર    નૈવેધ   ચડાવું  ચરણે,
દીન દુખિયાની  કરજે તું  વાર  મા આશાપુરા. 

આ ગઝલ ગરબો રમે છે માડી  ચાચર ચોકમાં, 
મેં  કીધો છે શબ્દનો  શણગાર મા  આશાપુરા.
                              પ્રવીણ ગરવા સજનવા #navratri2020
7f74bb674c411ccefe3144ecea1766c1

પ્રવીણ ગરવા સજનવા

મંદ મઘમઘતો પવન છે પણ નથી એ
મેં લખેલા મુજ કવન છે પણ નથી એ

ગીત ભમરો  ગાય મીઠાં કઈ  અષાઢી 
ખૂશ્બુ ભર્યો એ ચમન છે પણ નથી એ

બાંકડો  ઠંડી હવા ને  મસ્ત  મન છે
વરસતું ભીનું   ગગન છે પણ નથી એ

સાવ  ખાલી  એકલું લાગે  હ્રદય પણ
કેટલાં આતુર નયન છે પણ  નથી એ

કોઈ પણ ઈચ્છા નથી આ જિંદગીમાં 
એક એની બસ લગન છે પણ નથી એ 

   પ્રવીણ ગરવા સજનવા મંદ મઘમઘતો પવન છે પણ નથી એ
મેં લખેલા મુજ કવન છે પણ નથી એ

ગીત ભમરો  ગાય મીઠાં કઈ  અષાઢી 
ખૂશ્બુ ભર્યો એ ચમન છે પણ નથી એ

બાંકડો  ઠંડી હવા ને  મસ્ત  મન છે
વરસતું ભીનું   ગગન છે પણ નથી એ

મંદ મઘમઘતો પવન છે પણ નથી એ મેં લખેલા મુજ કવન છે પણ નથી એ ગીત ભમરો ગાય મીઠાં કઈ અષાઢી ખૂશ્બુ ભર્યો એ ચમન છે પણ નથી એ બાંકડો ઠંડી હવા ને મસ્ત મન છે વરસતું ભીનું ગગન છે પણ નથી એ

7f74bb674c411ccefe3144ecea1766c1

પ્રવીણ ગરવા સજનવા

चरागे अरमानो  के  बुझाने से क्या फायदा, 
मायूस   दिल को  सताने से  क्या फायदा ।

आप  अभी भी   हमें  गैर ठहराने  लगे?
गुलदस्ता सिर्फ़  दिखाने  से क्या फायदा ।

कभी हमारी  बज्म में   आके તો बेठीये 
दूरसे यूं  ताली  बजाने से क्या फायदा ।
 
दुआओ मेँ  गमों को दिलसे तो भूलाओ 
अब  सर-ऐ-नमाज़ झूकाने से क्या फायदा ।

अब कह भी दो  हमें  तुम्हीसे मोहब्बत है 
चांद सा चेहरा युं   छूपाने  से क्या फायदा ।
                प्रवीण गरवा सजनवा चरागे अरमानो  के  बुझाने से क्या फायदा, 
मायूस   दिल को  सताने से  क्या फायदा ।

आप  अभी भी   हमें  गैर ठहराने  लगे?
गुलदस्ता सिर्फ़  दिखाने  से क्या फायदा ।

कभी हमारी  बज्म में   आके તો बेठीये 
दूरसे यूं  ताली  बजाने से क्या फायदा ।

चरागे अरमानो के बुझाने से क्या फायदा, मायूस दिल को सताने से क्या फायदा । आप अभी भी हमें गैर ठहराने लगे? गुलदस्ता सिर्फ़ दिखाने से क्या फायदा । कभी हमारी बज्म में आके તો बेठीये दूरसे यूं ताली बजाने से क्या फायदा । #candle

7f74bb674c411ccefe3144ecea1766c1

પ્રવીણ ગરવા સજનવા

કરછ ધરતીની    છે   તારણહાર  મા આશાપુરા, 
આજ  ગરબા ગાઉં  તારા અપાર મા આશાપુરા.

જયોત  તારા દીવડાની   ઝગમગે  છે   વિશ્વમાં, 
માતના મઢમાં વસે  પાલનહાર મા  આશાપુરા.

વ્હાલ તારા  ના ટમટમતા  તારલાઓ આભ પર
રાખજે  તું  મહેર   અપરંપાર    મા આશાપુરા.

છો જાડેજા   વંશની    તું  કૂળદેવી  જગદંબા, 
દૂખડાનો કરજે  બસ   ઉદ્ધાર  મા આશાપુરા. 

દેશદેશાવરથી   લોકો   આવતાં  રે   પગપાળા 
તું  ય કરતી સૌના     બેડાપાર  મા   આશાપુરા. 

કંકુ  ચોખા  નાળિયેર    નૈવેધ    ચડાવું  ચરણે,
દીન દુખિયાની  કરજે તું  વાર  મા  આશાપુરા. 

આ ગઝલ ગરબો રમે છે માડી  ચાચર ચોકમાં, 
મેં  કીધો છે શબ્દનો  શણગાર મા  આશાપુરા.
                              પ્રવીણ ગરવા સજનવા #happyNavratri
7f74bb674c411ccefe3144ecea1766c1

પ્રવીણ ગરવા સજનવા

કરછ ધરતીની    છે   તારણહાર  મા આશાપુરા, 
આજ  ગરબા ગાઉં  તારા અપાર મા આશાપુરા.

જયોત  તારા દીવડાની   ઝગમગે  છે   વિશ્વમાં, 
માતના મઢમાં વસે  પાલનહાર મા  આશાપુરા.

વ્હાલ તારા  ના ટમટમતા  તારલાઓ આભ પર
રાખજે  તું  મહેર   અપરંપાર    મા આશાપુરા.

છો જાડેજા   વંશની    તું  કૂળદેવી  જગદંબા, 
દૂખડાનો કરજે  બસ   ઉદ્ધાર  મા આશાપુરા. 

દેશદેશાવરથી   લોકો   આવતાં  રે   પગપાળા 
તું  ય કરતી સૌના     બેડાપાર  મા   આશાપુરા. 

કંકુ  ચોખા  નાળિયેર    નૈવેધ    ચડાવું  ચરણે,
દીન દુખિયાની  કરજે તું  વાર  મા  આશાપુરા. 

આ ગઝલ ગરબો રમે છે માડી  ચાચર ચોકમાં, 
મેં  કીધો છે શબ્દનો  શણગાર મા  આશાપુરા.
                              પ્રવીણ ગરવા સજનવા કરછ ધરતીની    છે   તારણહાર  મા આશાપુરા, 
આજ  ગરબા ગાઉં  તારા અપાર મા આશાપુરા.

જયોત  તારા દીવડાની   ઝગમગે  છે   વિશ્વમાં, 
માતના મઢમાં વસે  પાલનહાર મા  આશાપુરા.

વ્હાલ તારા  ના ટમટમતા  તારલાઓ આભ પર
રાખજે  તું  મહેર   અપરંપાર    મા આશાપુરા.

કરછ ધરતીની છે તારણહાર મા આશાપુરા, આજ ગરબા ગાઉં તારા અપાર મા આશાપુરા. જયોત તારા દીવડાની ઝગમગે છે વિશ્વમાં, માતના મઢમાં વસે પાલનહાર મા આશાપુરા. વ્હાલ તારા ના ટમટમતા તારલાઓ આભ પર રાખજે તું મહેર અપરંપાર મા આશાપુરા. #કવિતા

loader
Home
Explore
Events
Notification
Profile